________________
२७०
સ્થાનાંગ-સમવાયાંગ: ૨
તે એમ સમજે છે કે મને જ અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે; અને તે માનત્રા લાગે છે કે જીવને આવરણ તે ક્રિયારૂપ જ છે; ક્રિયાથી ભિન્ન એવું કમરૂપ આવરણ તે છે જ નહિંદુ'. અને તે કહેવા લાગે છે કે જે શ્રમબ્રાહ્મણુ · જીવને ક્રિયાનું આવરણ નથી ’એમ બેલે છે, તે તે મિથ્યા ખેલે છે.
(૪) કાઈ શ્રમણ-બ્રાહ્મણને મુથ વિભ’ગજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે તે બાહ્ય અને આભ્યતર પુદ્ગલાને ગ્રહણ કરીને તેના નાના પ્રકારે સ્પર્શ કરીને વૈક્રિયશરીરની વિષુવા કરતા દેવાને જુએ છે. તેને લાગે છે કે મને જ અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું જોઈ શકું છું કે જીવ મુત્ર – અર્થાત્ ખાદ્ય અને અભ્યતર પુદ્ગલાને ગ્રહણ કરી શરીરરચના કરનાર છે. જે લેાકા જીવને અમુત્ર કહે છે, તે તા મિથ્યા કહે છે, એમ તે માલવા લાગે છે.
(૫) કોઈ શ્રમણ-બ્રાહ્મણને અમુદગ્ર વિભગજ્ઞાન થાય છે. એટલે તે દેવાને જ આભ્યતર અને બાહ્ય પુદ્ગલેાના શ્રણ વિના વિકુવા કરતા જુએ છે. ત્યારે તેને લાગે છે કે, મને અતિશયવાળુ જ્ઞાન ઉત્પન્ન થયું છે જેથી હું જોઈ શકું છું કે જીવે અમુત્ર છે. અને તે એમ કહેવા લાગે છે કે જે લેાકા જીવને મુગ્ર સમજે છે તે મિથ્યાવાદી છે.
(૬) રૂપીજીવ નામનું વિભગ જ્ઞાન જ્યારે કોઈ શ્રમણબ્રાહ્મણને ઉત્પન્ન થાય છે, ત્યારે તે વડે તે દેવાને જ ખાદ્ય-આભ્યંતર પુદ્ગલાનું ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વગર (વકુવા કરતા જુએ છે. તેને એમ થાય છે કે, મને અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે; અને તે માનવા લાગે
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org