Book Title: Sati Malayasundari Charitra Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri Publisher: Sadgun Sahitya Prakashan Mandir View full book textPage 5
________________ એમાં આવતી મંત્ર-તંત્રનાં પ્રયોગો તો ઘડીભર ન માની શકાય તેવાં લાડો છતાં તે કાળે એ સહજ હતા...કેમકે એ કાળ તો પરમાણુવદના સિક્કા કાળ હતે. આજના વિજ્ઞાનના ઈલેકટ્રોનિક યુગમાં પણ સ્વીચ દબાવો ને લાઇટ થાય— વિમાન અદ્ધર આકાશમાં ઊડે –ટીવી–રડીઓ દ્વારા માઇલો દૂરનો કાર્યક્રમ સહજ જોઈ શકાય. અરે કેમેરાનું બટન દબાવો અને તમારા સુખદુ 2 ાિર્ય વચ્ચે માત્ર પાંચ જ સેંકડમાં તમારો કલરીંગ ફોટોગ્રાફ તમારા હાથમાં આવી પડે છે. તેમાં તમને આશ્ચર્ય થાય છે ? ના, કારણ કે એ એક પરમાણુવાદની સિદ્ધિ છે–વિજ્ઞાનની અમુલ્ય ભેટ છે. બસ ! આવું જ છે વિદ્યા અને મંત્રનું. શબ્દ એ એક અપૂર્વ શકિત છે. અમુક શબ્દશકિતની વિશિષ્ટ ગુંથણી એ જ વિદ્યા અને મંત્ર છે. એ વિદ્યાથી રૂપનું પરાવર્તન થઇ જાય માનવી વિના આધારે આકાશમાં અદ્ધર ઉડે એમાં કંઈ જ આશ્ચર્ય પામવા જેવું નથી. આ પરમાણુવાદ બરાબર સમજાય કે પચાવાય તો આમાંના ચમકારો રાહ સિદ્ધ લાગે. આ ચરિત્રમાં પદે પદે જિજ્ઞાસા જશે તેવી રસમયે ગુંથણી પૂ. પૂર્વાચાર્ય શ્રી જયંતિલકસૂરિજી મહારાજે કરી આપણને એક અમૂલ્ય ભેટ ધરી છે. આવા રસમય પ્રેરણાત્મક ચરિત્રનું ભાષાન્તર (ભાવાનુવાદ) કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું એથી હું મને ધન્ય માનું છું. આ મહાન ચરિત્ર તમારા જીવનના દુ:ખ-સંકટને દૂર કરી નંદનવન સમાન બનાવે અને પ્રશમરસમાં સ્નાન કરાવે એ અભિલાષા ! –વિજ્યસદગુણસૂરિ વીલેપાર્લે—(ઈસ્ટ)-મુંબઈપ૭ તા. 18-9-81 P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak TrustPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 205