Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ જગતમાં પાપીઓના સર્વ મનોરથ સફળ થાય તો આ જગત વસવા યોગ્ય પણ ન રહે—કામી મનુષ્યોના સર્વ મનોરથ ફળી જાય તો જગતની નારીજાતિ જ કલંકિત થઈ જાય; પરનું એમ કદી બનતું નથી. માનવીનું ભાગ્ય પણ આમાં કામ કરે છે. કાર્ય થવાના મુખ્ય પાંચ કારણ છે : કાલ, સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ અને ઉદ્યમ. એમાં કોઇવાર એક કારણની મુખ્યના હોય—પણ આખર તો પાંચે કારણથી જ કાર્ય સિદ્ધ થાય છે. એમાં ય ભાગ્ય (પુણ્યકર્મ અને પાપકર્મ) તો વારંવાર મુખ્ય ભાગ ભજવે છે. આ હકીકત ન જાણતો આત્મા મુંઝાય છે—નિરાશ થાય છે, ઉદાસ થાય છે. અને આ સનાતન સત્ય જે જાણે છે તે નિરાશામાંથી પણ આશાના કિરણો પામી આશ્વાસન પામે છે, પ્રગતિ કરે છે અને આખર કાસિદ્ધિને પામી–જીવનની સફળતા મેળવે છે. આ ભાગ્યનું નિર્માણ કરનાર પુણ્યકર્મ છે. અને એ પુણ્યકનાં ઉદયનું અમોઘ કારણ છે ધ. ધર્મ નું શરણ અને ધર્મની આરાધના એ જ એ ધર્મના એક કિરણ રૂપ માત્ર એક જ શ્લોકના સહારે સતી મલયસુંદરી જીવનસાગરની ભરતી–ઓમાં વિકટ-સંકટમાં પણ મનને સમતોલ રાખી-કલેશને દૂર કરી-દુ:ખને સમભાવે સહન કરી તે સુખનો સૂર્યોદય પામે છે. માટે જ આવા પ્રેરણાત્મક ચરિત્રને સાધુજનો પણ વ્યાખ્યાનમાં વાંચે છે. એમાં રહેલ રસમય પ્રવાહ-એક પછી એક આવના પ્રાંગની વિશિષ્ટ ગુંથણીથી ોતાઓને જકડી રાખે છે. તમે એને એકવાર વાંચવાનું શરૂ કરો. બસ ! પછી તમને જિજ્ઞાસા જાગ્યા જ કરે કે હવે શું થશે ! આગળ શું બનશે? તમે ધાર્યું ન હોય તેવા આશ્ચર્યકારી પ્રસંગોની હારમાળા સર્જાશે ! ! ! P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 205