Book Title: Sati Malayasundari Charitra Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri Publisher: Sadgun Sahitya Prakashan Mandir View full book textPage 3
________________ ભાગ્યનિર્માણ विधत्तं यद्विधिस्तस्या नस्याद् हृदयचिन्तितम् / एवमेयोत्सुकचित्तमुपायाश्चितयेदबहुन् / જગતમાં એવી કોઈ વ્યકિત નથી કે જેને કંઈ ને કંઈ દુ:ખ ન હોય. સંસાર એટલે જ દુ:ખનો સાગર. ધીર મનુષ્ય સમય આવે દુ:ખના વિષમ ઘૂંટ પણ સમભાવે પી જાય છે. અને કર્મનિર્જરા કરી પરમ સુખના માર્ગે પ્રગતિ કરે છે. મારે અધીર અને વિકલ મનુષ્યો સહજ દુ:ખમાં પણ હાયવોય કરી અન્યને પણ વિકલ બનાવી મૂકે છે. અને નવીન કર્મ બંધન કરી નવું દુ:ખ ઉપાર્જન કરે છે. માનવી મનમાં અનેક જાતના મનોરથ કરે છે–સ્વપ્ના સેવે છે—યોજના ઘડે છે--અને કાર્ય પૂર્ણ કરવા પુરૂષાર્થ પણ કરે છે. છતાં વચમાં ઓચિંતા જ વિદનો આવી પડે છે અને એની બાજી ઊંધી વળી જાય છે. મનના ધાર્યા પ્રમાણે બનતું નથી ત્યારે એ ધુંધવાય છે.--મુંઝાય છે. વિચારે છે..આનું કારણ શું ? પોતાના મનના ધાર્યા પ્રમાણે કેમ ન બન્યું? મનનું ધારેલું વણસી જાય છે –અને કાર્ય જુદો જ વળાંક લઇને ન ધારેલું પરિણામ લાવી મૂકે છે. આમ કેમ બને છે ? ઉપાયો તો ઘણા કર્યા.તો પછી કાર્યની સફળતા કેમ ન મળી ? આવા વિકટ પ્રશ્નોના જવાબ ઉપરના આ એક જ લોકમાંથી આપણને મળે છે. આ એક જ શ્લોક ઉપર આ કથાનકનું મંડાણ છે. માનવીને દરેક પ્રસંગે સફળતા મેળવવા એક વસ્તુની ખાસ જરૂર પડે છે. તે વિના તેના સર્વ પ્રયત્નો નિષ્ફળ જાય છે. એ વસ્તુનું નામ છે પ્રારબ્ધ અથવા ભાગ્ય, જ્ઞાનીઓ અને પુણ્યકર્મ કહે છે. એ વિના કોઈ મનોરથ ફળે નહિ. અને એમ જ જો ફળે તે પછી કર્મ ના સિદ્ધાંતને કોણ માને ? e = of R 7TR કોન બીરાની કળા, હો P.P. Ac. Gunrathasuri Mus.Gun Aaradhak Trus?Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 205