________________
૧૦.
બોલીની છાયા-છાંટ વધારે ઝિલાયેલી જણાય છે. બાલાવબોધની રચના પણ અમદાવાદમાં જ થઈ છે. તે સમયના શ્રાવકો પણ કેવા તત્ત્વરસિક હશે ! હેમચંદ શેઠના પુત્ર તારાચંદે વિનતિ કરી અને આ બાલાવબોધની રચના શ્રી સંઘને મળી.
આ બાલાવબોધ ઉપરથી સરળ ગુજરાતી વિવરણ માટે જ્યારે મુનિરાજશ્રી અભયશેખર વિજયજીને મેં કહ્યું ત્યારે ખૂબ જ ઉલ્લાસથી તેમણે આ કાર્ય સ્વીકાર્યું અને ટૂંકા સમયમાં જ તેનું વિવરણ તૈયાર કરી આપ્યું. તેઓને પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોનો ગાઢ પરિચય છે અને અનુરાગ છે. આનાથી ગુજરાતી ભાષાના જાણકારને આ ગ્રંથનાં રહસ્યો સહેલાઈથી જાણવા મળશે. કારતક સુ. ૫ (જ્ઞાનપંચમી)
પં. પ્રદ્યુમ્નવિજય વિ.સં. ૨૦૪૭ નૂતન ઉપાશ્રય, ભાવનગર
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org
www.jainelibrary.org