________________
સાંખ્યતત્ત્વકૌમુદી, વેદાંત પરિભાષા અને બૌદ્ધદર્શનના ગ્રંથોની પણ ઘણી ઘણી સાક્ષીઓ આપી છે.
તેઓની અગાધ વિદ્વત્તા માટે કાંઈ પણ કહેવું બોલવું કે લખવું તે પ્રત્યક્ષ દેવતારૂપ સૂર્યના તેજનું વર્ણન કરવા બરાબર છે.
ગહનમાં ગહન વિષયનું નિરૂપણ જેમ તે તે વિષયના દુર્ગમદુર્બોધ ગ્રંથોના સાધક-બાધક પાઠપૂર્વક કરે છે તેમ જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિપાદ્ય વિષયને પુષ્ટ કરવા -
ખારે જલે નવિ ભાંજે તૃષા (૬૮)
નવ સાંધે ને તેર તૂટે (૨૯) આવી સાવ સાદી કહેવતો પણ યોજે છે. અને તેથી કથનનો મર્મ તરત સ્પષ્ટ થઈ જાય છે. કઠિનમાં કઠિન અને સરળમાં સરળ એવી ઉક્તિના બંને અંતિમો તો આવા પુરુષોમાં જ – પ્રજ્ઞાની ઊંચાઈ અને હૃદયની ઊંડાઈની જેમ – જોવા મળે છે.
એક પ્રત લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરની મળી છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે પાઠતુલના કરવા કર્યો છે. તે સ્મરણીય નામધેય આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના સંગ્રહની છે. તેથી તેને પુ. એ સંજ્ઞા આપી છે.
બાલાવબોધ સહિતની અમદાવાદના ડેલાના ઉપાશ્રયની પ્રત (ઉ.) અતિદર્શનીય છે. આ બંને પ્રત લાંબા વખત સુધી રાખવાની સંમતિ આપવા બદલ બંને સંસ્થાને ધન્યવાદ.
બાલાવબોધની ભાષાના શબ્દો દ્વારા તે સમયમાં કેવી ભાષા પ્રચલિત હતી તે જણાય છે. છેલ્લે અઘરા શબ્દોના અર્થ આપ્યા છે. તથા મૂળ ચઉપઈનો અકારાદિકમ પણ આપ્યો છે.
મુખ્યત્વે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજમાં ઉત્તર ગુજરાતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org