________________
પ્રથમ આવૃત્તિમાં આપેલાં પાઠાંતરોમાંથી શબ્દભેદ દર્શાવતાં પાઠાંતરો રાખી, કેવળ ઉચ્ચારભેદ દર્શાવતાં અને ભ્રષ્ટ પાઠાંતરો છોડી દીધાં છે. આ આવૃત્તિમાં શબ્દકોશ પણ ઘણો વિસ્તૃત કર્યો છે.
આ આવૃત્તિમાં એક મહત્ત્વની પાઠશુદ્ધિ થઈ છે તે તરફ ધ્યાન દોરવું જરૂરી લાગે છે. ઉ. પ્રતિમાં ગાથા ૧૦૪ના બાલાવબોધને છેડે નિશાની કરી એનું અનુસંધાન “અથવા તો કરીને હાંસિયામાં મૂકેલું છે, જેનાથી એ ગાથાના પાઠની શુદ્ધિ થાય છે. (બાલાવબોધ કર્તલિખિત હોવાનું આ પ્રમાણ. જુઓ અહીં પૃ. ૧૩૬) પરંતુ આ ભાગ અન્ય પ્રતોમાં ૧૦૬મી ગાથાના આરંભે જોડાઈ ગયો છે, જે સંદર્ભની દૃષ્ટિએ અસંગત છે. આ ગ્રંથની પ્રથમ આવૃત્તિમાં પણ એ ભૂલ થયેલી.
મારો વ્યક્તિગત અનુભવ કહું તો આ ગ્રંથમાંથી ફરીને પસાર થતાં મને પૂજ્યપાદ ઉપાધ્યાય મહારાજની તટસ્થ, સમતોલ અને સાદૂવાદમુદ્રાથી પૂર્ણ અંકિત અલૌકિક પ્રતિભાનાં દર્શન થયાં છે અને તેથી મારી સ્યાદ્વાદવિષયક સમજણ સ્પષ્ટ થઈ છે. આ લાભ મોટો થયો છે. છ દર્શનોની સમીક્ષા પછી પૂર્ણાહુતિ રૂપે જે મોટી કડીઓ આવે છે તે અને તેના બાલાવબોધનો એકએક અક્ષર મને અમીરસથી ભરેલો લાગ્યો. મારી જેમ અન્ય સત્યપ્રેમી સુજ્ઞ વાચકગણ પણ સ્યાદ્વાદના શુદ્ધ સ્વરૂપને પામશે અને તે દ્વારા સમ્યગ્દર્શનને અજવાળશે તો આ શ્રમ સાર્થક ગણાશે. તેવું કરવા વિનવું છું.
નવી આવૃત્તિમાં સહાયરૂપ થનાર બન્ને વિદ્વાનો – શ્રી જયંતભાઈ કોઠારી અને શ્રી નગીનભાઈ શાહ – ઉપરાંત પ્રથમ આવૃત્તિ વેળાએ કાળજીપૂર્વક પ્રેસકોપી કરી આપનાર ભોજકકુલાવર્તસ પં. શ્રી અમૃતભાઈ મોહનલાલ તથા બાલાવબોધમાં ઉદ્ભૂત ગાથાઓનાં મૂળ સ્થાન શોધી આપવામાં સહાયભૂત થનાર શ્રુતસ્થવિર શ્રી અંબૂવિજયજી મહારાજ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org