Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ S • માહિતી નીચે મુજબ છે : ઉ૦ ડહેલાનો ઉપાશ્રય, દા. ૯૯ પ્રત ક. ૫૦૨૮, પત્ર ૧૯, લે.સં. ૧૭૪૧, છેડે સંભવનાથ સ્તવન લખેલું છે જે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં આપ્યું હતું. આ પ્રતનો ગાથાભાગ ઉપાધ્યાયજીના કોઈ શિષ્ય લખેલો છે, પણ બાલાવબોધના અક્ષરો નિશ્ચિતપણે ઉપાધ્યાયજીના છે ને એ ભાગ કર્તાનો સ્વલિખિત હોવાના બીજા સંકેતો પણ મળે છે. પુ. : લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, પ્રત ક. ૪૫૯૫, પત્ર ૨૦, લે.સં. ૧૭૬૧, ભાવરત્નલિખિત. આ આવૃત્તિ વેળાએ જે અન્ય સાધનોનો યથાવશ્યક ઉપયોગ કર્યો છે તે નીચે મુજબ છે : ૧. ડહેલાનો ઉપાશ્રયની એક અન્ય પ્રત, દા. ૯૯, ક્ર. ૫૦૨૭, પત્ર ૨૪. ૨. જૈન કથાર– કોષ ભા. ૫ (પ્રકા. ભીમસિંહ માણક, ઈ.સ. ૧૮૯૧)માં પૃ. ૨૮૨થી ૩૧૯ પર મુદ્રિત પાઠ. (આ કૃતિને બાલાવબોધ સહિત સૌ પ્રથમ છાપવા માટે શ્રી ભીમસિંહ માણકને ધન્યવાદ ઘટે છે. ૩. સંવેગીના ઉપાશ્રય (હાજા પટેલની પોળ, અમદાવાદ)ની પ્રત ક્ર. ૩૪૨૬, પત્ર ૯, મૂલમાત્ર. આ પ્રત સા. તારાચંદ્ર પઠનાર્થ લખાઈ છે. ઉ૦ પ્રતિ પણ તારાચંદ્ર લખાવી છે અને એમાંનો બાલાવબોધ તારાચંદ્રની પ્રાર્થનાથી રચાયો છે. એટલે સંવેગીના ઉપાશ્રયની આ પ્રત પણ એ કાળે, સં. ૧૭૪૧ના આજુબાજુનાં વર્ષોમાં લખાયેલી હોવાનું અનુમાન થાય છે. એ રીતે આ પ્રત મહત્ત્વની ઠરે છે. ૪. યશોવિજયજીકૃત ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૧માં મુદ્રિત વાચના, મૂલમાત્ર થોડાંક અન્યકૃત સંસ્કૃત ટિપ્પણો સાથે). (આની મૂળ પ્રત ડેલાના ઉપાશ્રયના ભંડારમાં દા. ૧૯ ક્ર. ૭૮૦થી છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 228