Book Title: Samyaktva Shatsthana Chaupai Author(s): Yashovijay Upadhyay, Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 6
________________ સંપાદકીય નિવેદન (બીજી આવૃત્તિ) સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ અને તેનો બાલાવબોધ એ તત્ત્વપ્રેમી વર્ગ માટે અમૂલ્ય ખજાનો છે. આ ગ્રંથ એક વાર તેના વિશદ ગુજરાતી વિવરણ સમેત પ્રકાશિત થયો છે પણ તેના મુદ્રણ વગેરેથી સંતોષ થયો ન હતો. અને મનમાં ફરીફરીને વિચાર ઘૂંટાતો હતો કે એક વાર સાદા સરળ સુગમ અનુવાદ સાથે બને તેટલું સુંદર પ્રકાશન કરવું. આ વિચારને મૂર્તિમંત બનાવવામાં શ્રી જયંતભાઈ કોઠારીનો ઉમળકાભર્યો સહયોગ સાંપડ્યો અને થોડા જ સમયમાં પુષ્કળ જહેમત લઈને આવશ્યક સમજૂતી સાથેનો સુગમ અનુવાદ તૈયાર કરવામાં આવ્યો. એમાં પ્રથમ આવૃત્તિમાં મુકાયેલા (અહીં છોડી દેવામાં આવેલા) મુનિશ્રી અભયશેખરવિજયજીના વિસ્તૃત વિવરણનો લાભ લીધો છે તે ઉપરાંત દાર્શનિક પદાર્થોની સ્પષ્ટતા કરવામાં શ્રી નગીનભાઈ શાહની અમૂલ્ય સહાય મળી છે. પ્રથમ આવૃત્તિમાંની કૃતિની વાચનાનું આ બીજી આવૃત્તિમાં કેવળ પુનર્મુદ્રણ નથી. ઉપાધ્યાયની સ્વલિખિત પ્રતની ફરીને ચોકસાઈથી મેળવણી કરી લઈને અને બીજાં સાધનોની મદદથી તેમજ અર્થસંગતિને અનુલક્ષીને કેટલીક પાઠશુદ્ધિ કરવામાં આવી છે. મુખ્ય પ્રતના પાઠોને યથાતથ રાખીને કે પાઠાંતરમાં દર્શાવીને પાઠશુદ્ધિ કરવામાં આવી છે. ઉપાધ્યાયજીથી પોતાથી પણ કેટલાક કલમદોષો થઈ ગયા હોવાનું જણાય પ્રથમ આવૃત્તિ વેળાએ જે બે પ્રતોનો ઉપયોગ કરવામાં આવેલો તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 228