Book Title: Samprat Sahchintan Part 13 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 38
________________ aओ अच्चेइ जोव्वणं च । ૨૯ ઉત્તરાધ્યયનના ૧૮મા અધ્યયનમાં કહ્યું છે કે નીવિયું રેવ વં 7, વિષ્ણુસંપાય સંવત । અર્થાત્ જીવન અને રૂપ વીજળીના ચમકારા જેવું ચંચલ છે. એટલે જ્યાં સુધી શક્તિ છે, તરવરાટ અને તમન્ના છે ત્યાં સુધી ધર્મકાર્ય કરી લેવું જોઇએ. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે : વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું કહીએ ત્યાં ક્ષાનો પ્રસંગ. આયુષ્ય તો વીજળીના ચમકારાની જેમ, પતંગના રંગની જેમ, મેઘધનુષ્યની જેમ, પવનના ઝપાટાની જેમ, અંજલિમાંના પાણીની જેમ, દરિયાનાં ભરતી-ઓટની જેમ, પાણીમાં પતાસાની જેમ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. માત્ર દેહ જ નહિ, સંપત્તિ, સંબંધો, સત્તા ઇત્યાદિ પણ અનિત્ય જ છે. આયુષ્ય પલપલ વીતી રહ્યું છે, પરંતુ એની વીતવાની પ્રક્રિયા એવી મંદ છે કે સામાન્ય માાસને ભાગ્યે જ લાગે કે પોતાનું આયુષ્ય ઘસાઈ રહ્યું છે. જ્યારે વૃદ્ધાવસ્થામાં કે રોગ-માંદગીમાં છેલ્લા દિવસો ગણાતા હોય કે છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય ત્યારે આયુષ્ય પૂરું થઈ રહ્યું છે એવો સ્પષ્ટ અણસાર આવે છે. આનંદઘનજીએ પોતાના એક પદમાં ગાયું છે કે : અંજલિ જલ જયું આયુ ઘટત હૈ. હથેળીમાં પાણી લીધું હોય અને તે સાચવવાનો પ્રયત્ન કરીએ, બે આંગળીઓ વચ્ચેની જગ્યાને પણ બરાબર દબાવી રાખીએ તો પણ એમાંથી ધીરે ધીરે પાણી એવી રીતે સરકતું જાય છે કે તે નજરમાં પણ આવતું નથી. પરંતુ હથેળીમાં જ્યારે પાણી ખલાસ થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે બધું પાણી ધીરે ધીરે ચાલી ગયું. સામાન્ય રીતે જન્મથી શરૂ કરીને પાંત્રીસ-ચાલીસ વર્ષ સુધી શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174