Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 161
________________ ૧૫ર સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ શું રહેશે ? કોઇક વાનગી માટે ફરીથી ચૂલો સળગાવવો પડશે.' કોઈ ઘરે વહોરાવનારનો ભાવોલ્લાસ ઘરનાં સોના ચહેરા પર દેખાઈ આવે. ગોચરીમાં જ્યારે થોડું મળે અથવા ગોચરી વાપરતી વખતે પોતાની ઇચ્છા હોય એના કરતાં ગુરુ મહારાજ ઓછું આપે ત્યારે ચિત્તની પ્રસન્નતા જાળવી રાખવી, અધ્યવસાયને જરા પણ વિચલિત ન થવા દેવા એમાં સાધુ મહારાજની ઘણી મોટી પરીક્ષા રહેલી છે. થોડું મળતાં ખેદ ન કરવો જોઈએ. ચીડ ન ચડવી જોઈએ. આપનારની ટીકા-નિંદા ન કરવી જોઈએ. માણસ ભૂખ્યો હોય અને ઉદરતૃપ્તિ ન થાય તો એનો મિજાજ છટકે. પરંતુ સાધુ મહારાજ સામાન્ય માનવી નથી. એમના જીવનમાં સમદર્શિતા હોવી જોઈએ. ભગવાને આમ તો સાધુઓની ગોચરીના સંદર્ભમાં આ વચન કહ્યું છે, પરંતુ જીવનના સામાજિક અને આધ્યાત્મિક એવા સર્વ સ્તરે એનો વ્યાપક અર્થ ઘટાવી શકાય એવું છે. સંસારનો એવો ક્રમ નથી કે દરેક વખતે દરેક મનુષ્યને પૂરતા પ્રમાણમાં બધું સરખું મળી રહે. કોઇને વધુ મળે અને કોઇને ઓછું મળે. એમાં માનવવ્યવસ્થાની ત્રુટિ પણ હોઈ શકે અને કુદરતી કારણો પણ હોઈ શકે. એક પ્રદેશમાં પાણી, ધનધાન્ય ઇત્યાદિની વિપુલતા હોય અને અન્ય પ્રદેશોમાં દુકાળ જેવી સ્થિતિ હોય. એક પ્રદેશમાં કામ ઘણું હોય પણ કામ કરનારા મળતા ન હોય અને અન્ય પ્રદેશમાં કામ કરવાની લાયકાત ધરાવનાર ઘણા હોય, પણ મોટા ભાગના બેકાર હોય. પૃથ્વી ઉપર દરેક વાતે સદાસર્વદા સમતુલા હોતી નથી, હોઈ શકતી નથી. આવી અસમાન પરિસ્થિતિમાં વધુ કે ઓછાની પ્રાપ્તિનો પ્રશ્ર હંમેશાં રહેવાનો. એટલે પોતાની ધારણા કરતાં ઓછું મળવાની ઘટનાઓ પર હંમેશાં બનતી રહેવાની. વ્યવહારમાં માણસ આપવા-લેવાનો ક્રમ બરાબર સાચવે છે. બજારૂ Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174