Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 159
________________ ૧૫૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ વયે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો. હૉસ્પિટલમાં ન જવાનો પોતાનો સંકલ્પ સમાધિપૂર્વક એમણે પાર પાડ્યો હતો. હીરાલાલભાઈ અને ઇન્દિરાબહેને સાડા છ દાયકાનું દામ્પત્યજીવન ભોગવ્યું. હવે ઇન્દિરાબહેનની તબિયત બગડી હતી. એમણો ૧રમી સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ ૮૪ વર્ષની વયે દેહ છોડ્યો. યુવાન વયે હીરાલભાઇની કારકિર્દીનું ઘડતર મુંબઇમાં થયું. એમના દામ્પત્યજીવનનો પૂર્વકાળ મુંબઇમાં વીત્યો હતો અને બંનેએ અંતિમ શ્વાસ પણ મુંબઇમાં લીધા હતા. સ્વેચ્છાએ અકિંચન રહી, સાદાઈ અને સરળતાપૂર્વક હીરાલાલભાઇએ સરસ્વતી દેવીની આજીવન અવિરત ઉપાસના અનન્યભાવે કરી હતી. આ કૃતોપાસક શ્રાવકના હસ્તે જૈન સાહિત્યના ક્ષેત્રે જે લેખનકાર્ય થયું છે તે અજોડ છે. એમનો યુગ એમની કદર કરી શક્યો નહિ. પણ જેમ જેમ એમનું સાહિત્ય પ્રકાશમાં આવશે અને ગ્રંથસ્થ થશે અને ગ્રંથોની પુનરાવૃત્તિઓ થશે તેમ તેમ ભાવિ પ્રજા એમની અવશ્ય યોગ્ય કદર કરશે. જેને સાહિત્યના ઇતિહાસમાં એમનું નામ અને સ્થાન અવિસ્મરણીય રહેશે. *** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174