Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 160
________________ थोवं लधुं न खिसए। ભગવાન મહાવીર થોડું મળતાં ખેદ ન કરવો ભગવાન મહાવીરે સાધુઓની આચારસંહિતા એવી વિગતસભર દર્શાવી છે કે જે સાધુઓના સંયમ-જીવનમાં અને એમની આધ્યાત્મિક સાધનામાં અત્યંત ઉપયોગી બને છે. કેમ બેસવું, કેમ ઊઠવું, કેમ સૂઈ જવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ગોચરી લેવા નીકળવું, ગોચરી વહોરતી વખતે કેવું ધ્યાન રાખવું, ગોચરી કેવી રીતે વાપરવી, વિહાર કેવી રીતે કરવો વગેરે અનેક બાબતોમાં બહુ દીર્ધદષ્ટિપૂર્વક ભગવાન મહાવીરે સાધુઓને ભલામણ કરી છે. જૈન સાધુઓની ગોચરીની પ્રથા વિલક્ષણ અને અદ્વિતીય છે. નીરસ, લુખ્ખા આહાર ઉપર તથા ઉણોદરી ઉપર એમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે “દસવૈકલિકસૂત્ર'માં કહ્યું છે ? अतिंतिणे अचबले अप्पभासी मियासणे । हविज्ज उयरे दंते थोवं लघु न खिसए । મિનિ આવેશમાં ન બોલનાર, ચંચલતારહિત, અલ્પભાષી, મિતભોજી, ઉદરનું દમન કરનાર તથા થોડું મળતાં ખેદ (અથવા ચીડ) ન કરનાર હોય.]. ગોચરી એ સાધુ મહારાજોના ચિત્તના અધ્યવસાયોની કસોટી કરનારી પ્રવૃત્તિ છે. કોઇક ઘરે સારો આહાર મળે, તો કોઇક ઘરે જેવો તેવો નીરસ આહાર મળે; કોઈ ઘરે વાનગીઓ સરસ હોય પણા વહોરાવવામાં ભાવ ન હોય, તો કોઇક ઘરે વાનગીઓ થોડી અને સાધારણ હોય પણ આવકાર બહુ સારો મળે; કોઇક ઘરે આદર બહુમાન ન મળે તો વળી કોઇક વહોરાવનાર વહોરાવતાં વિચાર પણ કરે કે “પછી ઘરનાંને માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174