________________
थोवं ल न खिसए ।
૧૫૩
લેવડદેવડમાં ઓછું આપવાની વૃત્તિ દેખાશે, પણ ઓછું લેવાની નહિ. જ્યાં સોદાઓ નથી ત્યાં વધઘટની ઘટનાઓ નભાવી લેવાય છે.
માણસનો જીવન પ્રત્યેનો અભિગમ જ જ્યારે વિપરીત અને નિષેધાત્મક હોય છે ત્યારે દરેક વિષયમાં એને ત્રુટિ જ જાય છે. ચકોર દોષદૃષ્ટિ ધરાવનારાની છિદ્રો પર નજર તરત પડે છે. ન હોય ત્યાં પણ એ છિદ્રો બતાવી શકે છે અથવા પોતાના ફળદ્રુપ ભેજાંમાંથી તે ઉપજાવી શકે છે. સોને ગમી જાય એવું મૂલ્યવાન વસ્ત્ર હોય છતાં રંગ, ભાત, પોત, કિનાર, પાલવ વગેરેની કંઇક ખામી બતાવીને પોતાના અસ્તિત્વનું બીજાને ભાન ન કરાવે ત્યાં સુધી એવી કોઇક મહિલાઓને ચેન પડતું નથી. રસોઇયાએ સારામાં સારી રસોઈ કરી હોય છતાં પોતે એને બેચાર વાનગી માટે ટોકે નહિ ત્યાં સુધી કેટલાક સજ્જનોને ગળે કોળિયો ઊતરતો નથી. વૈભવી રાજમહેલ જેવું ઉતારા માટે સ્થળ મળ્યું હોય તો પણ મોંઢું મચકોડનારા સજ્જનો જોવા મળશે.
કેટલાક માણસોનું એવું મંતવ્ય હોય છે કે બીજાને એની અપૂર્ણતાનું ભાન ન કરાવીએ તો એ સુધરશે ક્યારે ? પોતાને ઓછું મળ્યું છે એ પ્રત્યે ધ્યાન ખેંચીએ તો જ બીજી વાર એ ભૂલ ન કરે. કેટલાકથી પોતાને ઓછું મળ્યાનો અસંતોષ જાણતાં અજાણતાં વ્યક્ત થયા વગર રહેતો નથી. કોઇક તત્કાળ વ્યક્ત કરે છે, કોઇક પછીથી; કોઇક જાહેરમાં વ્યક્ત કરે છે, કોઇક અંગત વર્તુળમાં. અલ્પપ્રાપ્તિ માાસને જ્યારે ખટકે છે ત્યારે એની પ્રતિક્રિયા ચાલુ થાય છે. જેઓ વસૂલ કરવાની વૃત્તિવાળા હોય છે, પોતાના ધન પ્રમાણે વસ્તુ બરાબર મેળવવાના આગ્રહી હોય છે એમની પ્રતિક્રિયા તો તરત જ ચાલુ થાય છે.
એક વખત એક બાળકી પોતાના વર્ગના બીજા એક વિદ્યાર્થીના જન્મદિવસે એને ઘરે યોજાયેલી પાર્ટીમાં ગઈ હતી. બીજાં બાળકો પણ આવ્યાં હતાં. પાર્ટીમાં બધાંને નાસ્તા પછી આઇસ્ક્રીમ આપવામાં આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org