Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 157
________________ ૧૪૮ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ પણ આંકડો વધારાનો હોય કે એક આંકડો ઓછો હોય તે ન જ ચાલે. ગણિતમાં બધું મુદ્દાસર અને ક્રમાનુસાર જ લખવાનું હોય. આવા મહાવરાને લીધે હીરાલાલભાઈ જ્યારે કોઈ એક વિષય પર લેખ લખવા બેસે ત્યારે બધા જ મુદ્દાઓ એમણે ક્રમાનુસાર આવરી લીધા હોય. આથી જ કોઈ એક મુદ્દાને એમણો બહુ વિકસાવ્યો હોય એવું ખાસ જોવા ન મળે. એમનો કોઈ લેખ પેટાશીર્ષકો વગરનો હોય નહિ. બીજી બાજુ દરેક મુદ્દા વિશે જો કંઈ વધારાની પ્રકીર્ણ માહિતી આપવાની હોય અને તે મૂળ લખાણમાં ન લેવાની હોય તો તે પાદનોંધમાં તેઓ આપતા. આથી જ એમનાં લખાણો પાદનોંધોથી સભર છે. ક્યારેક તો લેખના દરેક પાને પાદનોંધ હોય. એમણે પાદનોંધો એટલી બધી (સાલ, આવૃત્તિ, પૃષ્ઠ નંબર, તારીખ ઇત્યાદિ સહિત) આપી હોય કે એમની માહિતીને કોઈ પડકારી શકે નહિ. બીજી બાજુ એ બધી પાદનોંધો વાંચતાં આશ્ચર્ય થાય કે અહો! આ લેખકે ક્યાંક ક્યાંથી કેટલી બધી માહિતી એકત્ર કરી છે ! હીરાલાલભાઈ કોઈપણ નવા વિષય પર તરત બેસીને ક્રમાનુસાર લખીને લેખ પૂરો કરતા એવું બહુ ઓછું બનતું. જે વિષય પર લેખ લખવો હોય તેના મુદ્દા તૈયાર કરતા અને જુદા જુદા કાગળ પર તેની માહિતી ટપકાવી લેતા. તે પછી બધા મુદ્દાઓને ક્રમાનુસાર ગોઠવી લેખ તૈયાર કરી લેતા. કોઈક મુદ્દા વિશે માહિતી ન મળી હોય તો પાદનોંધમાં એનો ઉલ્લેખ કરતા. એમનું લખાણ હંમેશાં મુદ્દાવાર, મુદ્દાસર અને વ્યવસ્થિત રહેતું. અનેક વિષયોનું રસપૂર્વક વાંચન કર્યું હોવાને લીધે તથા સાડા ત્રણ હજાર હસ્તપ્રતો વાંચી હોવાને લીધે અને પોતાની સ્મૃતિ સતેજ હોવાને કારણે તેઓ કોઈપણ વિષય ઉપર લેખ કે ગ્રંથ લખવા બેસે એટલે તે માટેની સામગ્રી ક્યાં ક્યાંથી ઉપલબ્ધ છે એની જાણકારી એમની પાસે હોય જ. આમ છતાં લેખનશ્રમ કરવાનો ઉત્સાહ ન હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174