________________
4. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
૧૪૭,
જૈન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાનું ચાલુ કર્યું હતું, પરંતુ એ કાર્ય પૂરું થઈ શક્યું નહિ અને જેટલું લખાયું તે પણ ક્યાં કેવી રીતે લુપ્ત થઈ ગયું તેની કશી ખબર એમના અવસાન પછી મળી નથી. તેઓ ૧૯૭૬માં પૂના પોતાના પુત્ર વિબોધચંદ્રને ત્યાં ગયા હતા. ત્યારે ટ્રેઇનમાં એમના લખાણો અને પુસ્તકોની એક બેગ ગુમ થઈ ગઈ હતી. તદુપરાંત એમના અવસાન પછી એમના પુત્ર નલિનચંદ્ર પાસેથી એક જૈન પત્રકાર અપ્રસિદ્ધ લેખોની ફાઇલો લઈ ગયા હતા. પરંતુ થોડા વખતમાં જ એ પત્રકારનું અવસાન થતાં એ ફાઇલ પાછી મળી નહોતી.
હીરાલાલભાઇએ જીવનભર અનેકવિધ વિષયો પર વાંચન અને લેખન કર્યા કર્યું હતું. ઘણીખરી વાર લેખનના નિમિત્તે એમનું વાંચન થયું છે અથવા કંઈક નવું વાંચવામાં આવે તો એ વિશે વધુ માહિતી સાથે લખવાનું એમને મન થયા કરતું. એમને એક પછી એક વિષયો સતત સ્ફરતા રહેતા હતા. જે વિષય પર લખવું હોય તે અંગેની માહિતી એમની પાસે તૈયાર હોય જ. એમણે ક્યારેય માત્ર સપાટી પરનું છીછરું લખાણ કર્યું નથી. દરેક વિષયના ઊંડાણમાં તેઓ ઊતર્યા છે. એમની પાસેથી કંઈક વિશેષ જાણકારી હંમેશાં મળ્યા કરી છે. સંદર્ભો માટે એમની પાસે સરસ ગ્રંથસંગ્રહ હતો. એટલે ઘરમાં બેઠાં બેઠાં જ તેઓ પુસ્તકો પર નજર ફેરવીને પોતાના વિષયના સંદર્ભો મેળવી લેતા. કેટલીયે માહિતી, શ્લોકો, ગાથાઓ વગેરે એમને કંઠસ્થ હતાં. એમનું લખાણા પદ્ધતિસરનું, ચોક્કસાઈવાળું અને ચીવટપૂર્વકનું રહેતું. એટલે લગભગ ઘણાખરા ગ્રંથોમાં એમણો સંકેતોની સમજણ આપી જ છે, જેથી ભાષાનો બહુ વિસ્તાર કરવો ન પડે.
હીરાલાલભાઇની લેખનશૈલી અનોખી હતી. પોતે ગણિતના પ્રાધ્યાપક હતા. ચોકસાઇની ટેવ એમનામાં હોય એ સ્વાભાવિક હતું. નિરાધાર કશું લખવું નહિ એ એમની પ્રકૃતિ હતી. ગણિતના દાખલાઓમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org