Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 48
________________ દુગ્ધામૃત ૩૯ માતાનું દૂધ બાળક માટે એટલું અનિવાર્ય છે કે તે એને જન્મથી જો ન મળે અને ગાયભેંસના દૂધ પર રહેવાનો જો વારો આવે તો બાળકનું આરોગ્ય જોખમાય છે. મૃત્યુની સંભવિતતા રહે છે. પશુઓમાં પણ એવા દાખલા જોવા મળે છે. કોઈ કૂતરી ગલુડિયાંને જન્મ આપીને બેચાર દિવસમાં જ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામી હોય અને દયાળુ લોકો ગલુડિયાંને ગાયભેંસનું દૂધ પાતળું કરીને પીવડાવે તોપણા ગલુડિયાં ઝાઝો વખત જીવતાં રહેતાં નથી. એટલે જો દૂધને માંસાહાર બરાબર ગણવામાં આવે તો મનુષ્ય જન્મથી જ માંસાહારી છે એમ સ્વીકારવું પડે. એટલું જ નહિ તે જન્મથી જ નર (નારી) ભલી (cannibal) છે એમ કહેવાનો વખત આવશે. પરંતુ દૂધ હિંસક નહિ, અહિંસક છે, વાત્સલ્ય અને કરુણાનું પ્રતીક છે. જૈનોના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરના પગે ચંડકૌશિકે જ્યારે ડંખ દીધો ત્યારે તેમના પગમાંથી લોહી ન વહેતાં દૂધ વહ્યું હતું. એ બતાવે છે કે ભગવાનને ચંડકૌશિક જેવા દષ્ટિવિષ સર્પ પ્રત્યે પણ કેવો અપાર વાત્સલ્યભાવ હતો ! જૈન ધર્મ પ્રમાણે સ્તનપાન કરાવતી માતાનું દૂધ અચિત છે. તે હુંફાળું અને જીવાણુરહિત-Bacteria free હોય છે. આર્ય વજસ્વામીએ જન્મ્યા ત્યારથી તે જીવનના અંત સુધી સચિત વાનગીનો આહાર નહોતો કર્યો. તો પછી એમણો જમ્યા પછી માતાનું ધાવણ લીધું હતું કે નહિ ? શાસ્ત્રકારો કહે છે કે એમણે માતાનું ધાવણ લીધું હતું, પણ ધાવણ તો અચિત્ત હોય છે. એટલે વજસ્વામીની વાત સાચી છે. આજે કોઈ ઠેકાણે મેલેરિયા, ટાઈફોઈડ કે એવો બીજો કોઈ ચેપી રોગ ફેલાયો હોય ત્યાં ધાવણા બાળકને લઈ જવાનો પ્રસંગ આવે તો બાળકને ચેપ લાગે કે નહિ ? દાક્તરો-પશ્ચિમના નિષ્ણાત દાક્તરો પણ કહેશે કે બાળક જ્યાં સુધી ફક્ત માતાના ધાવણ પર જ રહેતું હોય અને એને વધારાનું દૂધ કે પાણી આપવામાં ન આવતું હોય તો બાળકને ચેપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174