________________
૧૪૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
સદાચાર વગેરે અનેક વિષયો ઉપર પોતાની કલમ ચલાવી છે અને એક હજારથી વધુ લેખો આપણાને આપ્યા છે. એમના જમાનામાં ઝેરોક્ષની શોધ નહોતી થઈ અને કાર્બન કોપી કરવામાં વાર ઘણી લાગતી. એટલે પોતાના લેખો છાપવા માટે મોકલાવ્યા પછી, એની નકલ પોતાની પાસે રહેતી નહિ. એમના કેટલાયે લેખો છપાયા નથી અને પાછા આવ્યા પણ નથી. એમના છપાએલા લેખોની યાદી “હીરક-સાહિત્ય-વિહારમાં જે છપાઈ છે તેના ઉપર નજર ફેરવતાં જ ખ્યાલ આવે છે કે હીરાલાલભાઈ પાસે કેટકેટલા વિષયો પર અધિકૃત જાણકારી હતી. વિવિધ પ્રકારની માહિતીનો તેઓ જાણો ખજાનો ધરાવતા હતા. એમની સાથે કોઈપણ વિષયની વાત કરીએ તો કંઈક નવું જ જાણવા મળે.
હીરાલાલભાઈના ઘણા લેખો “ગુજરાત મિત્ર', “પ્રતાપ”, “સાંજ વર્તમાન', વગેરે દેનિકોમાં છપાયા છે. તદુપરાંત “જૈન ધર્મ-પ્રકાશ', “જૈન”, “જૈન-સત્ય-પ્રકાશ”, “આત્માનંદ પ્રકાશ”, “સિદ્ધચક્ર', ફાર્બસ ગુજરાતી સૈમાસિક, “ગુજરાતીમાં અને કેટલાંયે સામયિકોના દીપોત્સવી અંકોમાં છપાયા છે. હીરાલાલભાઇની લેખનપ્રસાદીનો પ્રારંભ, સંસ્કૃત ભાષામાં કાવ્યરચનાથી થયેલો. વિલસન કૉલેજમાં તેઓ પ્રાધ્યાપક હતા ત્યારે ૧૯૨૦ થી ૧૯૨૩ના ગાળામાં કોલેજના અર્ધવાર્ષિક મુખપત્ર Wilsonianમાં એમનાં પરીક્ષાપર્વ', 'કહો વૈવિચY' ઇત્યાદિ નામનાં કાવ્યો સંસ્કૃતમાં છપાયેલાં છે. પચીસ વર્ષની ઉંમરે, સંસ્કૃત ભાષા પર તેઓ કેવું સરસ પ્રભુત્વ ધરાવતા હતા તેની પ્રતીતિ આ કાવ્યો કરાવે છે. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તો જાણો એમની બીજી માતૃભાષા હોય એટલી સરસ રીતે તેઓ તેમાં લખી-બોલી શકતા. પાઈય (પ્રાકૃત) ભાષા માટે હીરાલાલભાઇનો પ્રેમ અનન્ય હતો.
હીરાલાલભાઈએ ઈ. સ. ૧૯૩૮માં પ્રકાશિત કરેલ પોતાના પુસ્તક પતંગપુરાણા યાને કનકવાની કથની” વાંચતાં આશ્ચર્યથી મુગ્ધ થઈ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org