________________
૨૨. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
૧૪૩
જવાય છે. જેને શાસ્ત્રોના અભ્યાસી લેખક પતંગ જેવા ક્ષુલ્લક વિષય પર લખવા બેસે તો તેમાં પણ રસ લઈ કેટલા બધા ઓતપ્રોત થઈ શકે છે તે આ ગ્રંથ વાંચતાં જોવા મળે છે. એક નાનો નિબંધ કે લેખ લખી શકાય એવા વિષય પર એક સમર્થ સંશોધક લખવા પ્રવૃત્ત થાય તો કેટલી બધી નાની નાની વિગતોમાં કેટલા ઊંડા ઊતરી શકાય છે તે આ ગ્રંથમાં સાક્ષાત્ જોવા મળે છે. આ ગ્રંથના દોઢસોથી વધુ પેટાશીર્ષકો પરથી જ ખ્યાલ આવી શકે કે કેટકેટલી માહિતી આ ગ્રંથમાં સમાવી લેવામાં આવી છે. અનેક પાદનોંધો અને પરિશિષ્ટો સહિત લખાએલો આ ગ્રંથ એ વિષયનો એક શોધપ્રબંધ બની રહે છે. પતંગ વિષે પોતાને લખવાનું કેમ મન થયું તે વિશે ગ્રંથની પ્રસ્તાવનામાં તેમણો નોંધ્યું છે: “હું આજથી ૨૫ વર્ષ ઉપર એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગણિત શીખતો હતો ત્યારે કનકવાને લગતા કેટલાક પ્રશ્નોનો ગણિતશાસ્ત્રની દષ્ટિએ વિચાર કરવાનું મને મન થયું.”
લેખકે જાતઅનુભવ પરથી તથા અન્યને પૂછીને પુષ્કળ માહિતી આ ગ્રંથમાં આપી છે. એ માહિતી મેળવવા માટે એમણે એ વિષયમાં ઠીક ઠીક વાંચી લીધું હતું અને અનેક લોકોને પૂછીને પણ માહિતી એકત્ર કરી હતી. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે “મારા જૂના મહોલ્લામાંનાણાવટમાં નવલશાના કોઠા આગળ જવાનું થયું અને મારા સદ્ગત પિતાના એક બાલસ્નેહી અને કનકવાના શોખીન અને ઉસ્તાદને મળવાનું થયું. એમનું નામ છગનલાલ છબીલદાસ. એમની પાસેથી પતંગ-માંજો વગેરેની નવીન બાબતોની માહિતી મળી હતી. !
આ ગ્રંથ સાચવવા જેવો અને પુનર્મુદ્રિત કરવા જેવો છે. હીરાલાલભાઇએ આગમો અને આગમસાહિત્ય વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં વિવિધ પ્રકારના લેખો લખ્યા છે. એમાં ૧૯૪૮ માં છપાએલો એમનો “આગમોનું દિગ્દર્શન' નામનો ગ્રંથ મહત્ત્વનો છે. એમાં પિસ્તાલીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org