Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 150
________________ 4. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા ૧૪૧ કારણો તથા સંતાનો મુંબઇ અને પૂનામાં હોવાથી, હીરાલાલભાઈ તથા ઇન્દિરાબહેન, પોતાનું સૂરતનું ઘર કાયમને માટે બંધ કરી દઇને ૧૯૭રમાં પોતાના પુત્રને ત્યાં મુંબઈ રહેવા આવી ગયાં હતાં. હવે એમની સ્વાધ્યાય અને લેખનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી, પરંતુ બંધ પડી નહોતી. તેમના લેખો પ્રકાશિત થવામાં જે ગતિ હતી તેના કરતાં લેખનની ગતિ વિશેષ રહી હતી. એટલે જ્યારે પણ એમને પૂછીએ ત્યારે એમની પાસે, કેટલાક અપ્રકાશિત લેખો તો પ્રકાશન માટે તૈયાર હોય જ. વળી એની સાથે સાથે સ્કૂરેલા નવા નવા વિષયો માટે, તેયાર કરેલી ટાંચણ-યાદી પણ હોય જ. હીરાલાલભાઈએ સાડા છ દાયકાના લેખનકાર્ય દ્વારા, વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એમાં વૈવિધ્ય પાર વિનાનું છે. તેઓ પોતે જ “હીરકસાહિત્ય-વિહાર' નામની પોતાની પુસ્તિકામાં જણાવે છે કે “ગણિત જેવો શુષ્ક વિષય પણ મને તો ખૂબ રસપ્રદ જણાયો છે. એટલે જ્ઞાનની કોઇપણ શાખા પ્રત્યે મને અરુચિ થવા પામી નથી. આને લીધે મારો વિદ્યાવ્યાસંગ કોઈ એક જ દિશા કે ક્ષેત્ર પૂરતો પરિમિત બન્યો નથી. આથી કરીને હું આજે પણ જાતજાતના વિષય પર લેખ લખવા લલચાઉં છું.” હીરાલાલભાઈએ પોતાની લેખનપ્રવૃત્તિ, ૧૯૨૦ના ગાળામાં શરૂ કરી દીધી હતી. એમણે સંસ્કૃત, અર્ધમાગધી, ગુજરાતી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં, કાવ્યો, સમશ્લોકી પદ્યાનુવાદો, ગદ્યાનુવાદો, સંપાદન, સંશોધન, જીવનચરિત્ર, ઇતિહાસ, નિબંધ, કથા, સૂચિપત્ર ઇત્યાદિ પ્રકારનું પુષ્કળ લેખનકાર્ય કર્યું છે. એમણે ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, લિપિશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, ભાષાવિજ્ઞાન, છન્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સંગીત, ગણિત, જ્યોતિષ, પાકશાસ્ત્ર, વૈદક, પ્રાણીશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, સમાજરચના, વસ્ત્રાલંકાર, રમતગતમ, રીતરિવાજો, પર્વો, પક્ષીઓ, લોકસાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174