________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
બંનેમાં સારા માર્ક્સ સાથે તેઓ ઉત્તીર્ણ થયા હતા.
એ દિવસોમાં કરાંચીથી ધારવાડ સુધીનો વિસ્તાર મુંબઈ ઈલાકા તરીકે ઓળખાતો. આખા ઈલાકામાં કૉલેજનું શિક્ષણ ત્રણ-ચાર શહેરોમાં જ અપાતું અને તેમાં પણ મુખ્યત્વે મુંબઈમાં જ હતું. આથી વિદ્યાર્થીઓ મુંબઈમાં ભણાવા આવતા અને કૉલેજની હૉસ્ટેલમાં કે સગાંને ત્યાં અથવા રૂમ ભાડે રાખીને રહેતા અને ભણતા. હીરાલાલભાઈ ૧૯૧૦માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. ત્યારે કૉલેજનો ચાર વર્ષનો અભ્યાસક્રમ હતો : પ્રિવિયસ, ઈન્ટ૨, જુનિયર અને સિનિયરનો.
ઈન્ટર આર્ટસની પરીક્ષામાં સારા માર્ક્સ મળતાં હીરાલાલભાઈને શિષ્યવૃત્તિ મળી હતી. વળી ગણિતના વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવવાને માટે એમને ‘કામા પ્રાઈઝ' મળ્યું હતું. આ પ્રાઈઝને લીધે જ તેઓ ગણિત જેવો અત્યંત કઠિન વિષય બી.એ.માં પણ લેવા પ્રેરાયા હતા. ૧૯૧૪માં તેઓ ગણિતના વિષય સાથે પરીક્ષામાં બેઠા અને બી.એ. ઓનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. એમાં પા ઘણા સારા માર્ક્સ સાથે તેઓ પાસ થયા અને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી એટલે એમ.એ.માં પણ તેમણે એ જ વિષય રાખ્યો હતો. ત્યારે એમ.એ.નો અભ્યાસ જાતે કરવો પડતો. તૈયારી થાય ત્યારે વિદ્યાર્થીઓ અગાઉથી નામ નોંધાવીને પરીક્ષા આપી શકતા. હીરાલાલભાઈને એ તૈયારી કરતાં ચાર વર્ષ લાગ્યાં.
૧૯૧૮માં ગાિતના વિષય સાથે હીરાલાલભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. ગણિતનો વિષય એટલો કઠિન ગણાતો કે બી.એ.માં જ બહુ ઓછા વિદ્યાર્થીઓ એ વિષય લેતા અને એમ.એ.માં તો એથી પણ ઓછા વિદ્યાર્થીઓ રહેતા. વળી એ વિષયના પ્રશ્નપત્રો એટલા અઘરા નીકળતા કે કેટલીકવાર તો કોઈ વિદ્યાર્થી પાસ ન થઈ શકે. હીચલાલભાઈ એમ.એ. થયા એ વર્ષે ગણિતના વિષયમાં પાસ થનાર
Jain Education International
૧૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org