Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 139
________________ ૧૩૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ માટે સંસ્કૃત શબ્દ “પ્રાકૃત' બોલવાને બદલે “પાઈય' શબ્દ બોલવો અને લખવો એમને વધુ ગમતો. પાઈયમાં બોલવું કે લખવું એ એમને મન રમત વાત થઈ ગઈ. એમણો પ્રાકૃત ભાષાનું વ્યાકરણ લખ્યું અને એનો શબ્દકોશ પણ તૈયાર કરીને છપાવ્યો. આ રીતે ગણિત ઉપરાંત વ્યાકરણ અને શબ્દકોશ પણ એમના રસના વિષયો બની ગયા. આગળ જતાં એમણો “પાઈય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય' એ નામનો ગ્રંથ લખ્યો. એમાં એમણો પ્રાકૃત ભાષાનું સ્વરૂપ, એના પ્રકારો અને એમાં લખાયેલા સાહિત્યનો સવિગત પરિચય આશરે અઢીસો પેટાશીર્ષક હેઠળ આપ્યો છે. હીરાલાલભાઈ અને ઈંદિરાબહેનનું દામ્પત્યજીવન કેટલું મધુર હતું. તેની પ્રતીતિ તો હીરાલાલભાઈએ એમનાં અંગ્રેજી પુસ્તક “The student's English Paiya Dictionary’ | 24431 ulasi aizdi 414 છે. આ પુસ્તક એમણો ઈંદિરાબહેનને અર્પણ કર્યું છે અને એની અર્પણપત્રિકા પ્રાકૃત ભાષામાં લખી છે, જે નીચે પ્રમાણે છે : पणामपत्तिमा-जीए मज्झ नाणाराहणम्मि सययमणेगहा सुगमत्तणं कडं तीए मे धम्मपदिणीए इन्दिराए पणमिज्झइ साणन्दं इमो विज्जस्थिणो अङ्गिल-पाइय सद्दकोसो हीरालालेण सिरि रसिकदास तणएण वीरसंवच्छरे २४६७ मे नाण पञ्चमीए इन्दुवासरे (४-११-४०) રસિકદાસના ત્રણ દીકરાઓ મુંબઈ રહેવા ગયા હતા. બીજી બાજુ સૂરતમાં એમની તબિયત સારી રહેતી નહોતી અને દુકાન પણ બરાબર ચાલતી નહોતી. આથી તેઓ પત્ની સાથે મુંબઈમાં હીરાલાલભાઈ સાથે રહેવા આવી ગયા. આ બાજુ પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરનું કાર્ય પૂરું થઈ જતાં અને આવક બંધ થતાં હીરાલાલભાઈ માટે ફરી પાછો કુટુંબના નિર્વાહનો સવાલ ગંભીર બની ગયો હતો. તેમાં માતાપિતા સૂરતથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174