________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
૧૩૧
રહેવા આવેલાં. બંને નાના ભાઈઓ અને બંને બહેનોનાં લગ્નના ખર્ચ થોડે થોડે વખતે આવેલા. બીજા વ્યવહારો કરવાના આવતા. પોતાના સંતાનોને ભણાવવાનો ખર્ચ હતો. કમાણી કંઈ જ નહિ અને ખર્ચ તો વધતા જ જતા હતા. માથે દેવું થતું જતું હતું. આવી તંગ પરિસ્થિતિમાં કામકાજ વગરના હીરાલાલભાઈ વારંવાર નિરાશ થઈ જતા. એમ કરતાં કરતાં તનાવ અને તીવ્ર હતાશાને લીધે તેઓ માનસિક રીતે ભાંગી પડવા લાગ્યા. તેમને નર્વસ બ્રેકડાઉન જેવું થઈ ગયું હતું. આવી માનસિક દશામાં એમના વિષમ દિવસો પસાર થતા હતા. એવામાં એક દિવસ આપઘાત કરવાનો વિચાર એમના મનમાં આવી ગયો. તેઓ મકાનના કઠેડા ઉપર ચઢી પડતું મૂકવા જતા હતા ત્યાં એમનું સતત ધ્યાન રાખનાર એમનાં પત્ની ઈંદિરાબહેને તરત પાસે દોડી જઈ એમનું પહેરા ખેંચીને નીચે ઉતાર્યા અને ઘરમાં લઈ આવ્યાં. ત્યાર પછી તેઓ સતત હીરાલાલભાઈની સંભાળ રાખવા લાગ્યાં અને સાંત્વન આપવા લાગ્યાં. આ માનસિક માંદગી બે વર્ષ ચાલી એની અસર હીરાલાલભાઈના શરીર ઉપરાંત એમની બુદ્ધિશક્તિ અને સ્મરણશક્તિ ઉપર થઈ. કુટુંબીજનોએ એક કુશળ વૈદ્યના ઉપચાર ચાલુ કર્યા. વૈઘે એક ઔષધિ દૂધમાં પલાળીને રોજ સવારના ખાવા માટે આપી હતી. એમ કરતાં ધીરે ધીરે એમની માનસિક સ્વસ્થતા વધતી ગઈ અને સ્મરણશક્તિ પણ પાછી આવવા લાગી. બે વર્ષને અંતે તેઓ પહેલાંના જેવા જ સ્વસ્થ થઈ ગયા. સ્મૃતિશક્તિ બરાબર સારી થઈ ગઈ. ત્યાર પછી તેઓ પોતાનું લેખનકાર્ય પહેલાંની જેમ જ વ્યવસ્થિત રીતે કરવા લાગ્યા હતા.
હીરાલાલભાઈનાં ચારે સંતાનો ભણવામાં તેજસ્વી હતાં. એમને ભાવવાનો ખર્ચ વધતો જતો હતો, પરંતુ પોતાને કોઈ નોકરી મળતી નહોતી. સંશોધનકાર્ય માટે યુનિવર્સિટી તરફથી મુકરર કરેલી સહાય મળતી. પણ એવી નજીવી રકમમાંથી કુટુંબનું ભરણપોષણ ક્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org