________________
૧૩૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
શેષકાળમાં સૂરતમાંથી પસાર થતાં સાધુ-સાધ્વીઓને પણ વંદન કરવા તેઓ જતા. યુવાનીના દિવસોમાં જૈન ધર્મ વિશેની જાણકારી માટે અથવા પોતે કંઈ લખ્યું હોય તો તે બતાવવા માટે પણ મુંબઈમાં સાધુસાધ્વીઓ પાસે જતા. એમને યુવાન વયે મુંબઇમાં કાશીવાળા વિજયધર્મસૂરીશ્વરજી સાથે ગાઢ પરિચય થયો હતો. એમના બે શિષ્યો તે ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજી તથા ન્યાયવિશારદ મુનિશ્રી મંગલવિજયજી પાસે હીરાલાલભાઇએ જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આથી હીરાલાલભાઈ તેઓને પોતાના વિદ્યાગુરુ તરીકે ઓળખાવતા. આ ઉપરાંત શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજીદાદા, નેમિસૂરિજી મહારાજ, શ્રી આનંદસાગરસૂરિજી (સાગરજી મહારાજ), શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, શ્રી લાવયસૂરિજી મહારાજ, શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ વગેરે સાથે તથા તેઓના શિષ્યોપ્રશિષ્યો સાથે એમને ગાઢ સંબંધ રહ્યો હતો. વિજયરામચંદ્રસૂરિજીએ એક વાર એમને કહ્યું હતું કે “તમારા જેવા શાસ્ત્રજ્ઞાતા તો અમારી પાસે પાટ ઉપર શોભે. તમે જો દીક્ષા લેવા તૈયાર થાવ તો તમારા કુટુંબના ભરણપોષણની જવાબદારી સંઘ પાસે હું કરાવી આપું. એ માટે એક લાખ રૂપિયાની રકમ પહેલાં અપાવું.” પરંતુ ચારિત્ર્યમોહનીય કર્મના ઉદયને કારણે હીરાલાલભાઈ દીક્ષા લઈ શક્યા નહોતા.
એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી હીરાલાલભાઈએ પોતાના જીવનનાં ઘણાં વર્ષ સુરતમાં રહીને સ્વાધ્યાય, સંશોધન, લેખન ઇત્યાદિ પ્રકારના વિદ્યાવ્યાસંગમાં પસાર કર્યા હતાં. નોકરી છોડ્યા પછી આવકનું કોઈ સાધન રહ્યું નહોતું. લેખનમાંથી ખાસ કોઈ આવક થતી નહિ. લેખોનો પુરસ્કાર આપવાની પ્રથા ત્યારે નહિવત્ હતી. તેમાં વળી આવા સંશોધન લેખો માટે પુરસ્કારની અપેક્ષા રાખવી જ વ્યર્થ હતી. એ લેખો ક્યાંક છપાય એ જ એનું ઈનામ હતું. આથી હીરાલાલભાઈ પોતાની
Jain Education International
For Private & Personal Use Only.
FOT
www.jainelibrary.org