________________
૧ર૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ફક્ત તેઓ એકલા જ હતા.
હીરાલાલભાઈના બંને ભાઈઓ પણ ભણવામાં તેજસ્વી હતા. એમના ભાઈ મણિલાલભાઈ ફિઝિકસનો વિષય લઈ બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. ત્યાર પછી એમણો એ વિષયના પ્રાધ્યાપક તરીકે કોલેજમાં કાર્ય કર્યું હતું. એમણો પોતાના વિષયમાં સંખ્યાબંધ સંશોધન લેખો લખ્યા હતા.
હીરાલાલભાઈના બીજા ભાઈ ખુશમનભાઈ કેમિસ્ટ્રીના વિષય સાથે બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. એમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એ વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. દુર્ભાગ્યે નાની વયે તેઓ અવસાન પામ્યા હતા.
આમ કાપડના વેપારી રસિકદાસના ત્રણે તેજસ્વી પુત્રોએ મુંબઈમાં આવી શિક્ષણના ક્ષેત્રમાં કૉલેજના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું.
હીરાલાલભાઈ બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓગણીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૧૩માં (વિ.સં. ૧૯૬૯માં) વૈશાખ વદ તેરસના રોજ એમનાં લગ્ન ભાવનગરના, એમની દશા દિશાવળ જ્ઞાતિના શેઠ શ્રી છોટાલાલ કલ્યાણદાસનાં દીકરી ઈન્દિરાબહેન સાથે થયાં હતાં. ઈંદિરાબહેનની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. એમનો જન્મ ભાવનગરમાં ઈ.સ. ૧૮૯૮ (વિ.સં. ૧૯૫૪માં) માહ સુદ સાતમના રોજ થયો હતો. એમનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળતું હતું.
ઈંદિરાબહેને નાની વયમાં જ માતાપિતા ગુમાવ્યાં હતાં. આથી એમનો ઉછેર એમના મોટા ભાઈ રાવસાહેબ વૃંદાવન છોટાલાલ જાદવ અને એમનાં પત્ની સન્મુખગૌરીની છત્રછાયામાં થયો હતો.
ઈંદિરાબહેન ભણાવામાં તેજસ્વી હતાં. શાળામાં તેઓ પ્રથમ નંબરે આવતાં. એમણે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેર વર્ષની વયે એમણે ભાવનગરના દશા દિશાવળ કેળવણી મંડળ તરફથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org