Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 111
________________ ૧૦૨ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ તારીખ-રેખાની નજીક ન્યૂઝીલેન્ડ હોવાથી રોજ પૃથ્વીનો પહેલો સૂર્યોદય ન્યૂ ઝીલેન્ડ અને તેની આસપાસના પ્રદેશોમાં થાય છે. ભારત અને ન્યૂ ઝીલૅન્ડના સમય વચ્ચે સાડા છ કલાકનો ફરક છે એટલે આપણે ત્યાં જ્યારે બપોરના સાડા બાર વાગ્યા હોય ત્યારે ન્યૂ ઝીલેન્ડમાં સાંજના છ વાગ્યા હોય છે. શિયાળા અને ઉનાળા દરમિયાન ન્યૂઝીલેન્ડમાં સમયમાં એક કલાકનો ફરક કરવામાં આવે છે. ન્યૂ ઝીલેન્ડનું ચલણા ડૉલર અને સેંટનું છે. અમેરિકા ઉપરાંત જેમ કેનેડા, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર વગેરે કેટલાંક રાષ્ટ્રોમાં પોતપોતાના ડોલરનું ચલણ છે, તેમ ન્યૂ ઝીલૅન્ડનો ડૉલર પણ બહારની દુનિયામાં ન્યૂ ઝીલૅન્ડ ડૉલર' તરીકે ઓળખાય છે. - ન્યૂઝીલેન્ડમાં મુખ્યત્વે અંગ્રેજોની વસતિ હોવાથી તથા વર્ષો સુધી ન્યૂ ઝીલૅન્ડ બ્રિટિશ સામ્રાજ્યનું એક સંસ્થાન રહ્યું હોવાથી એના રાષ્ટ્રધ્વજમાં ડાબી બાજુ ઉપરના ખૂણો યુનિયન જેક છે. ઓસ્ટ્રેલિયાની જેમ ન્યૂ ઝીલૅન્ડ પણ દક્ષિણ ગોળાર્ધમાં આવેલું હોવાથી એટલે કે તે દક્ષિણ દિશાના આકાશના તારાનો (સધર્ન ક્રોસનો) દેશ હોવાથી એના રાષ્ટ્રધ્વજમાં જમણી બાજુ સધર્ન ક્રોસના ચાર તારાઓ રાખવામાં આવ્યા છે. આબોહવા ન્યૂ ઝીલૅન્ડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો દેશ હોવાથી તેનો ઉત્તર છેડો વિષુવવૃત્તની નીચે છે અને દક્ષિણ છેડો દક્ષિણ ધ્રુવની ઉપર છે. એટલે ન્યૂ ઝીલૅન્ડની આબોહવા સમશીતોષ્ણ જેવી છે. ઉત્તર ટાપુમાં સાધારણ ગરમ અને દક્ષિણ ટાપુમાં ઠંડું હવામાન છે. આમ . છતાં ન્યૂ ઝીલૅન્ડમાં અતિશય ગરમી કે અતિશય ઠંડી પડતી નથી. વળી, તે દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ત્યાં ઋતુચક્ર પણ ઊંધું ચાલે છે. એટલે કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ત્યાં ઉનાળો હોય છે અને જુલાઈઓગસ્ટમાં ત્યાં શિયાળો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174