Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 119
________________ ૧૧) સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩ ગંધકવાળા ગરમ પાણી દ્વારા સારવાર મેળવવા માટે રોટો,આ આવે છે. કેટલીક હોટલોમાં અને મોટેલોમાં પણ એની સગવડ હોય છે. થોડા માઈલ દૂર એક “પૉલિનેશિયન’ કેન્દ્ર છે. ત્યાં ગંધકવાળા પાણીની વિવિધ પ્રકારની સારવાર આપવાની વ્યવસ્થા છે. રોટો,આ નગર પાસે રોટોફુઆ સરોવર પણ છે. તેની નજીક આવેલી ટેકરી પર રોપ-વેમાં બેસીને જઈ શકાય છે. ત્યાં વિવિધ પ્રકારની રમતો રમવાની વ્યવસ્થા છે. ત્યાંથી દેખાતું આસપાસનું રમણીય દશ્ય જોવા જેવું છે. પ્રાચીન કાળથી રોટરુઆમાં અને એની આસપાસના પ્રદેશોમાં માઓરી લોકો વસેલા છે. એટલે રોટરુઆમાં માઓરી લોકોના સાંસ્કૃતિ કાર્યક્રમો અવારનવાર યોજાતા હોય છે. તેમની લાકડાનાં કોતરકામવાળી લાક્ષણિક કલાકૃતિઓ પણ ત્યાં વેચાય છે. માઓરી લોકો જમીનમાં જ્યાં ગરમ ધુમાડા નીકળતા હોય ત્યાં મોટા વાસણમાં ભાત વગેરે પકાવે છે. એને હાંગી' કહેવામાં આવે છે. ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસે જનારે રોટોશુઆ અવશ્ય જવું જોઇએ. વૈલિંગ્ટન ન્યૂ ઝીલૅન્ડનું મોટામાં મોટું શહેર ઑકલૅન્ડ છે, પરંતુ એનું પાટનગર વેલિંગ્ટન છે. વેલિગ્ટનની વસતી લગભગ અઢી લાખની છે. કૂકની સામુદ્રધુનીના કિનારે આવેલું આ વૅલિંગ્ટન બંદર દક્ષિણા દ્વીપના દ્વાર તરીકે ઓળખાય છે. ન્યૂ ઝીલૅન્ડની રાજધાની પહેલાં કલેન્ડમાં હતી, પરંતુ ૧૮૬૫માં ત્યાંથી તે ખસેડીને વેલિંગ્ટનમાં લાવવામાં આવી છે. વૈલિગ્ટન ન્યૂ ઝીલેન્ડના ઉત્તર ટાપુનું એક મહત્ત્વનું બંદર છે. અહીંથી ઊન, માંસ વગેરેની નિકાસ મોટા પ્રમાણમાં થાય છે. વૈલિંગ્ટન સમુદ્રકિનારે અને આસપાસની ટેકરીઓ પર વસેલું નગર છે. એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174