________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા – જીવન અને લેખન
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા (ઈ.સ. ૧૮૯૪-૧૯૭૯) એટલે જૈન સાહિત્ય-સંશોધનના ક્ષેત્રે વીસમી સદીમાં થઈ ગયેલી એક વિરલ વિભૂતિ. જેમણે કૉલેજ કે યુનિવર્સિટીની કક્ષાએ પ્રાકૃત-અર્ધમાગધીનો વિષય નહોતો લીધો છતાં કૉલેજ અને યુનિવર્સિટીની કક્ષાએ એ વિષયનું અધ્યાપનકાર્ય કર્યું હતું, જેઓ પોતે પીએચ.ડી. થયા નહોતા છતાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા હતા અને ડિ.લિ.ની ડિગ્રી માટે નિર્ણાયક (રેકરી) બન્યા હતા, જેમણો સિત્તેરથી વધુ ગ્રંથો અને એક હજારથી વધુ લેખો લખ્યા હતા, જેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન કે વિભાગીય પ્રમુખસ્થાન કે ઓરિએન્ટલ કૉન્ફરન્સનું પ્રમુખસ્થાન કે પ્રાકૃત-અર્ધમાગધી વિભાગનું પ્રમુખસ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શક્યા હોત, પરંતુ માન-સત્કાર કે એવાં પદો માટે હંમેશાં નિ:સ્પૃહ અને અલિપ્ત રહ્યા હતા, તથા એ માટે ક્યારેય આયાસ કર્યો નહોતો કે આકાંક્ષા સેવી નહોતી, એવા પ્રો. હીરાલાલભાઈએ પોતાનું સમગ્ર જીવન સતત આર્થિક સંઘર્ષોની વચ્ચે વિદ્યાવ્યાસંગને માટે સંપૂર્ણપણો સમર્પિત કરી દીધું હતું. માત્ર જૈન સાહિત્ય જ નહિ, ઈતર સાહિત્યનો અને સાહિત્યેતર વિષયોનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. એમની પ્રતિભા એવી બહુમુખી હતી કે કોઈપણ વિષયમાં એમને અચૂક રસ પડે જ અને એવા વિષય પર પોતે ઉચ્ચસ્તરીય લેખ લખી શકે. એમનું સાહિત્ય વાંચતાં આશ્ચર્ય થાય કે અહો, એમણે કેટલા બધા વિષયોનું કેટલું બધું વાંચ્યું છે ! પાને પાને એમણે સંદર્ભો આપ્યા જ હોય. આટલું બધું એમણે ક્યારે વાંચ્યું હશે ? એવો પ્રશ્ન થાય. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો જાણો માહિતીનો સ્રોત વહેવા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org