________________
૧રર
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
નહોતી. એટલે એમને આ ઘટનાથી આશ્ચર્ય થયું. પ્રતિમા હાથમાં લઈ ફરી તેઓ ઊંડા પાણીમાં ગયા અને પ્રતિમા ચોક્કસાઈપૂર્વક આવે પધરાવી. પછી પાણીમાં પાછા ફરતા હતા ત્યાં ફરીથી એમને લાગ્યું કે ધોતિયાનો છેડો ખેંચાય છે. પ્રતિમા પાછી તો નહિ આવી હોય ને ? પાણીમાં હાથ નાખીને વસ્તુ બહાર કાઢી તો એમના આશ્ચર્ય વચ્ચે એ જ પ્રતિમા જોવા મળી. બે વખત આવું બન્યું એથી વરદાસ એકદમ વિચારે ચઢી ગયા. હવે પ્રતિમા પધરાવવી કે નહિ તેની વિમાસણ થઈ. છેવટે એમ નિર્ણય કર્યો કે કોઈની સલાહ લઈને પછી પ્રતિમા પધરાવવી. ઘરે આવીને એમણે બધાંને વાત કરી. બધાંનો એવો મત પડ્યો કે કોઈક જૈન સાધુ મહારાજને પૂછીને પછી એ કહે તેમ કરવું કે જેથી મનમાં વહેમ ન રહી જાય. બીજે દિવસે વરદાસ પ્રતિમા લઈને પાસેના ઉપાશ્રયમાં એક જૈન સાધુ ભગવંત પાસે ગયા. વિગત જાણીને સાધુ મહારાજે કહ્યું કે “એવું અનુમાન થાય છે કે તમારા મકાનના આગળના કોઈક માલિકોમાંથી કોઈકને ત્યાં ઘરદેરાસર હશે અને તેઓએ કોઈક આપત્તિના પ્રસંગમાં પ્રતિમાને જમીનમાં ભંડારી દીધી હશે. આ અખંડિત પ્રતિમા નમિનાથ ભગવાનની છે. તમારા હાથે જમીનમાંથી બહાર આવી છે અને તમે એને નદીમાં બે વખત પધરાવવા છતાં એ તમારી પાછળ આશ્ચર્યકારક રીતે આવી છે એટલે એમાં કોઈ સંકેત લાગે છે. પ્રતિમાને તમારું ઘર છોડવું નથી.” ઘણું મંથન કર્યા પછી વરદાસે નિર્ણય કર્યો કે પોતાના મકાનમાં ઘરદેરાસર (ગૃહત્ય) કરાવવું અને
ત્યાં જિનપ્રતિમાની વિધિસર પ્રતિષ્ઠા કરાવવી. એ પ્રમાણે નિર્ણય કરીને એમણો જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેમના કુટુંબે જૈન ધર્મ અંગીકાર કર્યો. આ ઘટના પછી જેમ જેમ ચડતી થતી ગઈ તેમ તેમ ઉત્તરોત્તર જૈન ધર્મમાં એમની શ્રદ્ધા દઢ થતી ગઈ. એમના પુત્ર રસિકદાસને તો આ જન ધર્મ જન્મથી જ વારસામાં મળ્યો હતો. તેઓ નિયમિત જિનમંદિરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org