________________
રવ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
૧ર૧
રસિકદાસના પિતા તે વરદાસ અને એમના પિતા તે દુલ્લભદાસ. એમની પેઢીનાં નામ આ પ્રમાણે મળે છે : રસિકદાસ વરદાસને દુલ્લભદાસનેહરકિશનદાસ–ગુલાબચંદઝવેરશાને કસ્તુરશાને લખમીશા.
રસિકદાસના વડવાઓ ઈસ્વીસનની અઢારમી સદીમાં ભાવનગરથી સૂરત વેપારાર્થે આવીને વસેલા. આ વડવાઓના પણા વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતમાં પાટણના વતની હતા. તેઓ વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેઓ સ્થળાંતર કરતા કરતા કાઠિયાવાડમાં આવેલા. ત્યાંથી કેટલાક સૂરત આવીને વસેલા. એમની જ્ઞાતિ દશા દિશાવળ હતી. આ જ્ઞાતિના કેટલાક સભ્યો જૈન ધર્મ પાળતા અને કેટલાક વૈષ્ણવ ધર્મ. તેઓ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર રહેતો. એમની જ્ઞાતિ પાટણ, ભાવનગર, સૂરત, મુંબઈ વગેરે શહેરો અને આસપાસનાં ગામોમાં પથરાયેલી રહી છે. દુલ્લભદાસે વેપારાર્થે સૂરતમાં આવીને નાણાવટમાં વસવાટ ચાલુ કરેલો.
દુલ્લભદાસના પુત્ર વરજદાસના જીવનમાં એક ઘટના એવી બની કે જેથી તેઓ વૈષ્ણવ મટીને જૈન બની ગયા હતા. એક વખત સુરતના પોતાના ઘરના વાડામાં ખોદકામ કરતાં ધાતુની એક નાની જિનપ્રતિમા નીકળી. પોતે વૈષ્ણવ હતા એટલે આ પ્રતિમાનું શું કરવું તે વિશે વિચાર કરતાં છેવટે એવો નિર્ણય લીધો કે પ્રતિમાને તાપી નદીમાં પધરાવી દેવી. તેઓ પ્રતિમા લઈને નદીએ ગયા. નદીના સહેજ ઊંડા પાણીમાં જઈને પ્રતિમા જાતે પધરાવવી જોઈએ એટલે કિનારે એક જોડ કપડાં મૂકી તેઓ નદીમાં ઊતર્યા. કમર સુધીના પાણીમાં જઈને તેમણે પ્રાર્થના કરીને પ્રતિમા પધરાવી. ત્યાર પછી તેઓ પાછા ફરતા હતા ત્યારે લાગ્યું કે પોતાના ધોતિયામાં કોઈ પથરો ભરાઈ ગયો છે. એમણો એ હાથમાં લઈને જોયું તો પેલી પ્રતિમા જ હતી. પ્રતિમા પોતે એવી ચીવટપૂર્વક પાણીમાં પધરાવી હતી કે ધોતિયામાં ભરાઈ જાય એવી કોઈ શક્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org