Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 124
________________ ન્યૂ ઝીલૅન્ડ ૧૧૫ શિકાર પણ ધીમો પડી ગયો. એટલે ડનેડિનની પહેલાં જેવી ચડતી હવે ન રહી. ઑકલૅન્ડ, વેલિંગ્ટન તથા બીજાં શહેરી વિકાસ પામ્યાં અને તેની વસતી પણ વધી ગઈ. એટલે હવે ડનેડિન એક શાન્ત, રમણીય હરવાફરવાનું સ્થળ જ રહ્યું છે. ટુઅર્ટ ટાપુ ન્યૂ ઝીલૅન્ડના સાવ દક્ષિણ દ્વિીપના છેડે ઈન્વરકારગિલ બંદર છે. ત્યાર પછી ક્યોક્સની સામુદ્રધુની છે. ત્યાર પછી સામે કિનારે ટુઅર્ટ ટાપુ છે. તે વૃક્ષોની ઝાડીવાળો અને સુંદર સમુદ્રકિનારાવાળો ટાપુ છે. ડેનેડિનની જેમ આ દક્ષિણ પ્રદેશમાં પણ સ્કૉટલૅન્ડના લોકો આવ્યા હતા. દોઢસો વર્ષ પહેલાં ડનેડિનના કેટલા સ્કૉટિશ લોકો પણ અહી આવીને વસેલા છે. તેઓના રીતરિવાજ અને ઉચ્ચારોમાં સ્કૉટલૅન્ડની છાંટ હજુ પણ વરતાય છે. ટુઅર્ટ ટાપુના છેડે દક્ષિણ ધ્રુવ સમુદ્ર શરૂ થાય છે. આ ટાપુની વસતિ પાંખી છે. માંડ પાંચસો માણસની વસતિ હશે. અહીંના હવામાનમાં વાદળાં, વરસાદ, હિમવર્ષા, જોરદાર પવન વગેરે બારે માસ રહેતાં હોવાને કારણો કાયમી વસવાટ માટે બધાંને ગમે એવું આ સ્થળ નથી. જ્યારે આકાશ સ્વચ્છ હોય ત્યારે સૂર્યાસ્તના વખતે આકાશના સોનેરી પ્રકાશને કારણે અહીંનું વાતાવરણ અદ્દભુત લાગે છે. માઓરી લોકો એ પ્રકાશને “રાકીઉરા' કહે છે. એટલે આ ટાપુને તેઓ “રાકીઉરા” (ચળકતા આકાશવાળા ટાપુ) તરીકે ઓળખે છે. અહીંનું વાતાવરણ અત્યંત શાન્તિમય છે. જેઓને પ્રકૃતિના રમણીય ખોળે શાન્તિ અનુભવવી હોય તેઓને માટે આ પ્રદેશ સ્વર્ગ જેવો છે. ભારત સાથે સંબંધ - ન્યૂ ઝીલૅન્ડ ભારતથી દસેક હજાર માઈલ દૂર આવેલો દેશ છે. છતાં, ભારત સાથેનો એનો સંબંધ ઘનિષ્ઠ રહેલો છે. બ્રિટિશ સામ્રાજ્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174