Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 122
________________ ન્યૂઝીલેન્ડ ૧૧૩ થયો છે એમ કહેવાય. અંગ્રેજોએ વસાવેલા આ શહેરમાં હજુ પણ અંગ્રેજ વાતાવરણ જોવા મળે છે. એક હૉટલની તો રચના જ જૂના જમાનાની બ્રિટિશ હોટલ જેવી, લાકડાનાં બારીબારણાં, ફરસ, કઠેડા, વગેરે વડે કરવામાં આવી છે. ક્રાઇસ્ટચર્ચમાં મુખ્ય દેવળ અને એની આસપાસનો વિશાળ ખુલ્લો વિસ્તાર કેથેડ્રલ સ્કવેર કહેવાય છે. ત્યાં ઘણા લોકો ભેગા થાય છે અને આરામથી બેસે છે. સ્કવેરની આસપાસ બજારો છે. હેગ્લેપાર્ક, કેન્ટરબરી યુનિવર્સિટી, બોટનિકલ ગાર્ડન, કેન્ટરબરી મ્યુઝિયમ, મેકડુગલ ગેલરી, વિક્ટોરિયા સ્કવેર, ટાઉનહોલ, સિવિક સેંટર વગેરે ક્રાઈસ્ટચર્ચનાં જોવાલાયક સ્થળો છે. ક્રાઈસ્ટચર્ચથી પ્રેમાઉથના હિમાચ્છાદિત શિખર સુધી ડુંગરમાં નાની ટ્રેનનો પ્રવાસ એક રોમાંચક અનુભવ છે. ક્રાઈસ્ટચર્ચથી કેન્ટરબરીનાં મેદાનો, ટેકાપો સરોવર, લઈસ ઘાટ વગેરે સ્થળે પ્રવાસીઓને ફરવા માટે સુવિધા ઊભી કરવામાં આવેલી છે. ક્રાઈસ્ટચર્ચથી થોડા માઈલ દૂર આકારોઆ બંદર છે. ફ્રેંચ લોકો અઢારમી સદીમાં જ્યારે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા ત્યારે તેઓ આ બંદરે ઊતર્યા હતા અને ત્યાં પોતાની વસાહત સ્થાપી હતી. આ નાના શહેરમાં હજુ પણ ફ્રેન્ચ વાતાવરણ જાળવી રાખવામાં આવ્યું છે. ત્યાં રસ્તાઓ અને શેરીઓનાં નામ પણ ફ્રેન્ચ ભાષામાં છે. ક્રાઈસ્ટચર્ચની દક્ષિણો ઓઆમારુની પાસે મોએરાકીના દરિયાકિનારે રેતીમાં છૂટીછવાયા પડેલા ખાસ્સા મોટા ગોળ પથ્થરો જાણો કે કોઈએ ઘડીને મૂક્યા હોય એવા અજાયબી ભરેલા લાગે છે. માઓરીઓની દતકથા મુજબ સૈકાઓ પૂર્વે એમના વડવાઓ હોડકાંઓમાં ખાવાનું ભરીને જે ગોળ ડબ્બાઓ લાવ્યા હતા તે પછીથી નક્કર ગોળ પથ્થર જેવા થઈ ગયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174