________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
આપ્યું છે. અહીં હવે ખાસ તો યુવાન સહેલાણીઓ ‘બન્જી જંપિંગ’ કરવા અને જેટ બોટમાં ફરવા આવે છે.
૧૧૨
બન્જી જંપિંગ એટલે બે પગે દોરડું બાંધીને ઊંચે પુલ ઉપરથી એવી રીતે નીચે પડતું મૂકવાનું કે જેથી પાણીથી થોડા અદ્ધર રહેવાય અને માથું ભટકાય નહીં. નીચે પડ્યા પછી કૂદનારને લેવા માટે બોટ તરત આવી પહોંચે છે. દિલ ધડકાવનારો આ એક રોમાંચક અનુભવ છે. સાહસિક યુવક-યુવતીઓએ તે કરવા જેવો છે. આપણે ત્યાં ભારતમાં કેટલીક આદિવાસી જાતિઓમાં આવી રમત જોવા મળે છે. પણ તેમાં પંદરવીસ ફૂટથી વધારે ઊંચેથી કૂદવાનું નથી હોતું. વાંસડા ઊભા કરીને તેના પર ચઢી, બંને પગે દોરડું બાંધી પાટિયા પરથી કૂદકો મારવાની રમત જૂના વખતથી ચાલે છે. હવે આ રમતને આધુનિક સાધનો વડે વિકસાવવામાં આવી છે. દોરડું સ્થિતિસ્થાપક (elastic) રાખવામાં આવે છે કે જેથી આંચકો કે ઝટકો બહુ લાગે નહીં અને નીચે પાણી હોય તો ડર ઓછો લાગે. ક્વીન્સ ટાઉનમાં બન્જી જંપિંગ ઉપરાંત જેટ બોટ, પૅરેશૂટ, લ્યૂજ વગેરે રમતો છે. જૂના વખતમાં ક્વીન્સ ટાઉનની આસપાસના ડુંગરોની ખાણમાંથી સોનુ નીકળ્યું હતું. ત્યારે સોના માટે હજારો લોકોનો ધસારો ક્વીન્સ ટાઉનના વિસ્તારમાં થયો હતો. પરંતુ સોનું નીકળવું બંધ થતાં પાછો આ વિસ્તાર ઉજ્જડ બનવા લાગ્યો. હવે ફરી પાછો ત્યાં બરફ અને પાણીની વિવિધ રમતો અને સાહસો માટે લોકોનો ધસારો વધતો ચાલ્યો છે.
ક્રાઈસ્ટચર્ચ
દક્ષિણ દ્વીપનું સૌથી મોટું અને ન્યૂ ઝીલૅન્ડનું બીજા નંબરનું શહેર તે ક્રાઇસ્ટચર્ચ છે. અનેક ઉઘાનો ધરાવતું આ શહેર યોગ્ય રીતે જ ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે. નાનકડી એવન નદી આ શહેરની બરાબર વચ્ચે વહે છે. વસ્તુતઃ આ નદીની બંને બાજુ શહેરનો વિકાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org