Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 117
________________ ૧૦૮ સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ ન્યૂ ઝીલૅન્ડનું બીજું એક પક્ષી તે “કાકાપો' છે. એ પોપટની એક જાત છે. દુનિયામાં મોટામાં મોટો પોપટ “કાકાપો” છે. તેનો અવાજ લાક્ષણિક છે. ડુંગરોમાં થતા પોપટમાં કીઆ નામના ભૂખરા અને નાની ચાંચવાળા પોપટ જોવા મળે છે. અન્ય પક્ષીઓમાં સમુદ્રકિનારે જોવા મળતું પેંગ્વિન પક્ષી પણ મહત્ત્વનું છે. આ ઉપરાંત, બીજાં ઘણી જાતનાં પક્ષીઓ ન્યૂ ઝીલૅન્ડમાં છે. હવે ન્યૂ ઝીલૅન્ડમાંના કેટલાંક મોટાં શહેરો અને અન્ય સ્થળોનો પરિચય કરીશું. કલેન્ડ ઑકલૅન્ડ ન્યૂ ઝીલેન્ડમાં ઉત્તર દ્વિીપમાં સમુદ્રકિનારે આવેલું મોટામાં મોટું પચરંગી શહેર છે. એની વસતી હાલ દસેક લાખની છે. બહારની દુનિયા માટે દરિયાઈ કે હવાઈ માર્ગે ન્યૂઝીલેન્ડ પહોંચવા માટેનું પ્રથમ શહેર તે ઑકલૅન્ડ છે. ૧૮૬૫ સુધી તે ન્યૂ ઝીલૅન્ડનું પાટનગર હતું. ઑકલૅન્ડના વાઇમાતા નામના બંદર વિસ્તારના સમુદ્રકિનારે સેંકડો રંગબેરંગી સઢવાળી અને યાંત્રિક હોડીઓ લાંગરેલી હોય છે. ન્યૂ ઝીલૅન્ડના લોકોના દરિયાઈ સહેલગાહના શોખની એ પ્રતીતિ કરાવે છે. એટલે જ ઑકલૅન્ડને “નૌકાનગરીનું નામ મળેલું છે. સમુદ્રકિનારે, બીજા બાજુ રાંગીટોટો નામનો ટાપુ આવેલો છે. એમાં ઠરી ગયેલા જ્વાળામુખી પર્વતને કારણે ઑકલૅન્ડનું દશ્ય મનોહર લાગે છે. ઑકલૅન્ડ વેપારી મથક છે. વિક્ટોરિયા માર્કેટમાં અને આસપાસનાં પરાંઓમાં થયેલાં નવા બજારોમાં ઊનની, ચામડાંની, લાકડાના કોતરકામની એમ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. ઑકલૅન્ડમાં તાજેતરમાં બનાવાયેલી અદ્ભુત રચના “અંડર વૉટર વર્લ્ડ' છે. નીચે ભોંયરામાં જઈ ઉપર અને આસપાસ પારદર્શક કાચની કેબિનોમાં પાણીમાં તરતી શાર્ક માછલીઓ તથા વિવિધ પ્રકારની નાનીમોટી અન્ય માછલીઓ નજરે નિહાળવાનો અનુભવ અદ્ભુત છે. આ રચના Jain Education International For Private & Personal Use Only [WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174