________________
ન્યૂ ઝીલૅન્ડ
૧૦૭
વૃક્ષો જેવાં “કાઓરી' નામનાં જાડાં મોટાં ઊંચાં વૃક્ષો થાય છે તેને કાઓરી-જંગલ કહે છે. માઓરીનું લાકડું બહુ મજબુત હોય છે. વહાણ બાંધવામાં તે બહુ ઉપયોગી છે. ઘરના બાંધકામમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઓગણીસમી સદીમાં યુરોપિયન લોકો આ લાકડાના વેપારમાં ઘણું કમાયાં પરંતુ એથી કાઓરીનાં જંગલો સાફ થવા લાગ્યાં. પછી એવો વખત આવ્યો કે માઓરીનાં જંગલોને સુરક્ષિત જાહેર કરાયાં અને સરકારી પરવાનગી વગર તેને કાપવા પર પ્રતિબંધ આવ્યો.
કીવી તથા બીજાં પક્ષીઓ કીવી એ ન્યૂ ઝીલૅન્ડનું વિલક્ષણા પક્ષી છે. કૂકડા જેવડું કદ ધરાવતું આ પક્ષી ફક્ત ન્યૂ ઝીલૅન્ડમાં જ જોવા મળે છે. તે નિશાચર છે, એટલે કે તે રાતે જ બહાર નીકળે છે. તેની આંખો નબળી છે. એટલે દિવસે તે જોઈ શકતું નથી. એટલું જ નહીં, રાત્રે પણ તેને ઓછું દેખાય છે. પરંતુ તેની ઘ્રાણેન્દ્રિય બહુ તીવ્ર છે. તે ઊડી શકતું નથી, કારણ કે તેની પાંખો સાવ નાની છે. તેના પગ પણ ટૂંકા છે અને તેને પૂંછડી નથી. પરંતુ તેની ચાંચ છ ઈંચ જેટલી લાંબી અને અણીદાર છે. એને ચાંચને છેડે નસકોરાં છે. પાંદડાં અને નરમ ફળો, જીવડાં, અળસિયાં એ તેનો ખોરાક છે. તેનાં પીછાં શાહુડીના વાળ જેવાં લાંબાં અને બરછટ હોય છે. ફક્ત ન્યૂ ઝીલૅન્ડમાં જ આ પક્ષી હોવાથી ન્યૂ ઝીલૅન્ડને તેને માટે ગૌરવ છે. ન્યૂ ઝીલૅન્ડનું એ રાષ્ટ્રીય પક્ષી છે. એના રાષ્ટ્રીય પ્રતીકમાં, ટપાલની ટિકિટમાં, ચલણી સિક્કાઓમાં કીવીની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ પણ “કીવી ટીમ તરીકે ઓળખાય છે.
કીવી એકસાથે એક અથવા બે સફેદ ઈંડાં મૂકે છે. તે જમીન ખોદીને ખાડો બનાવે છે અને તેમાં પોતાનો માળો બાંધે છે. માદા ઈંડાં મૂકે છે અને નર તે સેવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org