________________
૧૦૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૩
દક્ષિણા દ્વીપમાં ટેકાપો, પુકાકી, વનાકા, વાકારિપુ, ટિઆનો વગેરે સરોવરો છે. તેમાં ટિઆનો નામનું સરોવર સુપ્રસિદ્ધ છે. એના પાણીનો આછા મોરપીંછ જેવો રંગ મનમોહક છે. જવલ્લે જ એવા રંગનો વિશાળ જલરાશિ બીજે ક્યાંય જોવા મળે.
સરોવરો ઉપરાંત ન્યૂ ઝીલૅન્ડ ખીરા-ખાડીઓનો દેશ છે. હજારો કે લાખો વર્ષ પૂર્વે ધરતીકંપને કારણે પર્વતોની વચ્ચેના ખીણ-પ્રદેશમાં સમુદ્રનાં પાણી ભરાયાં હોય તેવા જલવિસ્તારો ન્યૂ ઝીલૅન્ડમાં ઘણા છે. એમાં રેતાળ કિનારો નથી હોતો, પણ બેય બાજુ થોડા ડૂબેલા ડુંગરો હોય છે. આવા જલવિસ્તારો અત્યંત રમણીય છે. નૌકામાં એનો પ્રવાસ બહુ આનંદદાયક બને છે. દક્ષિણા દ્વીપમાં માર્કબરો સાઉન્ડનો અથવા ટિઆનો પાસે મિલફર્ડ સાઉન્ડનો કે ડાઉટફુલ સાઉન્ડનો પ્રવાસ એક વિશિષ્ટ યાદગાર અનુભવ બની રહે છે. કેટલાક સાહસિકો રાત્રિરોકાણ તંબૂમાં કરીને ડુંગરની કેડીએ કેડીએ મિલફર્ડ સાઉન્ડ સુધી પહોંચે છે અને આસપાસના વિસ્તારોમાં ઘૂમે છે.
નેશનલ પાર્ક-(રાષ્ટ્રીય અભયારણ્ય) સમગ્ર વિશ્વમાં છેલ્લા એક સૈકાથી એવી જાગૃતિ આવી છે કે પશુપક્ષીઓ અને વનસ્પતિથી કુદરતી રીતે રમ્ય એવા વિશાળ પ્રદેશોને પર્યાવરણ સહિત એના મૂળ પ્રાકૃતિક સ્વરૂપમાં સાચવી રાખવા જોઇએ. એમાં ઓછામાં ઓછાં બાંધકામો થવાં જોઈએ. રસ્તા પણ કાચા રાખવા જોઇએ.
ન્યૂ ઝીલેન્ડનો પ્રાકૃતિક દૃષ્ટિએ વિચાર કરીએ તો સમગ્ર દેશ એક વિશાળ નેશનલ પાર્ક જેવો છે. પર્યાવરણને સાચવી રાખવા માટે ત્યાં બારથી વધુ પાર્ક છે. જેમાં ટોંગારીરો, ચરેવેરા, એગ્મોન્ટ, નેલસન, ટાસ્માન, ઓરાન્ય પાર્ક વિશેષ જાણીતા છે.
ન્યૂ ઝીલેન્ડમાં જંગલો ઘણાં છે. તેમાં જે જંગલોમાં આપણા સાગનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org