________________
ન્યૂ ઝીલૅન
૧૦૧ એ બંનેને કારણે ઘેટાં ચરાવવા માટે ન્યૂઝીલેન્ડમાં ઘણી અનુકૂળતા છે. ત્યાં જમીન જરૂરિયાત કરતાં વધુ છે. એટલે ઑસ્ટ્રેલિયાની જેમ ન્યૂ ઝીલેન્ડમાં પણ મેરિનો વગેરે પ્રકારનાં સારી જાતિનાં ઘેટાંનો ઉછેર ગયા સૈકાથી ચાલુ છે. ઘેટું ન્યૂ ઝીલેન્ડના અર્થતંત્રનું એક મુખ્ય અંગ છે. ઘેટાનાં ઊનનો અને એમાંથી બનતાં ગરમ કપડાં, ધાબળા વગેરેનો વેપાર ન્યૂ ઝીલૅન્ડમાં ઘણી સારી રીતે ચાલતો આવ્યો છે. ઉત્તર દ્વીપ કરતાં દક્ષિણ દ્વિીપમાં વિશાળ મેદાનોમાં ચરતાં ઘેટાંનો ઉછેર સવિશેષ થાય છે. ત્યાં ઘેટાઓ અને પાળેલા કૂતરાઓને કેટલાક ઇશારા-નિશાનીઓ સમજવાની તાલીમ આપવામાં આવે છે. ઘેટાંનું ઊન કેવી રીતે મૂંડવામાં આવે છે તે અને એના ઇશારાઓના ખેલપ્રયોગો વિદેશી સહેલાણીઓને ન્યૂ ઝીલેન્ડમાં બતાવવામાં આવે છે.
ઝીલેન્ડ જેવા નાના દેશને મોટા પાયાના ઉદ્યોગોની બહુ જરૂર ન રહે. ઘેટાંનો ઉછેર અને માછલીનો શિકાર ઉપરાંત ઘરવપરાશની ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ત્યાં પારંપારિક નાના ઉદ્યોગો છે. એની આવકમાંથી જ પ્રજાનું જીવનધોરણ સારું રહી શકે એમ છે. આમ છતાં આધુનિક જીવનશૈલીની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય કક્ષાના વેપાર માટે ઉદ્યોગોના વિકાસની ત્યાં આવશ્યકતા છે. એટલે ન્યૂ ઝીલેન્ડમાં હવે લોખંડ, એલ્યુમિનિયમ વગેરેનાં કારખાનાંઓ ચાલુ થયાં છે. મોટરઉદ્યોગ વિકાસ પામ્યો છે. અને તેલની રિફાઇનરી પણ ચાલુ થઈ છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી વિદેશી સહેલાણીઓનો પ્રવાસ ઘણોબધો વધી જવાને પરિણામે ત્યાં પર્યટન-ઉદ્યોગ પણ ઠીક ઠીક વિકાસ પામ્યો છે.
સમય, ચલણ અને રાષ્ટ્રધ્વજ ન્યૂ ઝીલૅન્ડના સમય અને ઇંગ્લેન્ડના પ્રિનિચ સમય વચ્ચે બાર કલાકનો તફાવત છે. એટલે ઇંગ્લેન્ડમાં જ્યારે સવારના છ વાગ્યા હોય ત્યારે ન્યૂ ઝીલૅન્ડન્માં સાંજના છ વાગી ગયા હોય. આંતરરાષ્ટ્રીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org