________________
ન્યૂ ઝીલૅન્ડ
૯૯
અંગ્રેજો ઉપરાંત બીજી જે જે પ્રજાઓ વસવાટ માટે ન્યૂ ઝીલેન્ડમાં આવી તેમણે પણ અંગ્રેજી ભાષા અપનાવી લીધી છે. ત્યાં શિક્ષણમાં અને સરકારી કામકાજમાં અંગ્રેજી ભાષા બોલાતી અને લખાતી હોવાથી લોકજીવનની ભાષા પણ અંગ્રેજી રહી છે. આમ છતાં, ત્યાં મારી ભાષાને ઇ. સ. ૧૯૮૭થી સરકારી કચેરીઓમાં અને અદાલતમાં સત્તાવાર સ્થાન આપવામાં આવ્યું છે.
ન્યૂ ઝીલેન્ડમાં આવીને વસેલા લોકો મુખ્યત્વે ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશોના છે. તેઓ ત્યારે ખ્રિસ્તી ધર્મપ્રચારકોને પોતાની સાથે લાવેલા હતા. એટલે તેમનો ખ્રિસ્તી ધર્મ એ ન્યૂ ઝીલેન્ડમાં મુખ્યત્વે પળાતો ધર્મ રહ્યો છે. માઓરી લોકોનો પોતાનો આનુવંશિક ધર્મ છે. તદુપરાંત, ભારતમાંથી હિંદુઓ અને ચીનથી બૌદ્ધ ધર્મીઓ ત્યાં જઇને વસેલા હોવાથી તેઓએ પોતાના ધર્મસ્થાનકો બનાવ્યાં છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ભિન્ન ભિન્ન શાખાઓ હોવાથી ત્યાં એંગ્લિકન, પ્રેમ્બિટેરિયન, રોમન કેથલિક વગેરે સંપ્રદાયોનાં પોતપોતાનાં ભિન્ન ભિન્ન દેવળ છે. અલબત્ત, ધર્મની બાબતમાં હવે ત્યાં પહેલાંના જેવી રૂઢિચુસ્તતા કે સંકુચિતતા રહી નથી. ધર્મને કારણે ત્યાં કોઈ સંઘર્ષો થતા નથી.
ન્યૂ ઝીલેન્ડની એક ખાસિયત એ છે કે યુરોપીય પ્રજાનો અને તેમાં મુખ્યત્વે અંગ્રેજોનો ત્યાં બે સૈકા કરતાં અધિક સમયથી વસવાટ હોઈ સમુદ્રકિનારાનાં મોટાં શહેરો, નદી, પર્વત ઇત્યાદિને પાશ્ચાત્ય નામો અપાયાં છે. બાકીના ઘણાખરા પ્રદેશોમાં ગામો, નદીઓ, સરોવરો, પર્વતો વગેરેનાં નામો જે મૂળ માઓરી લોકોનાં હતાં તેનાં તે જ રહ્યા છે.
રાજયવસ્થા અને શિક્ષણવ્યવસ્થા ન્યૂ ઝીલેન્ડમાં વસતી એટલી ઓછી અને સુખી છે કે ત્યાં પ્રજાના કોઈ સળગતા, ગંભીર પ્રશ્નો નથી કે નથી વિદેશીઓનાં આક્રમણનો કોઈ ભય. એથી ત્યાં રાજદ્વારી રસાકસી નથી કે રાજદ્વારી ચળવળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org