________________
ન્યુ ઝીલૅન્ડ
કરવામાં આવ્યું છે.
ટાસ્માનને ન્યૂ ઝીલૅન્ડના આ પ્રદેશના સ્થાનિક માઓરી લોકો સાથે લડાઈ થઈ, પરંતુ જેમ્સ કૂક વ્યવહારદક્ષ હતો. એણે જ્યાં જ્યાં પોતાનું વહાણ લાંગર્યું ત્યાં ત્યાં સ્થાનિક માઓરી લોકો સાથે શાંતિમય, સુલેહભર્યો વર્તાવ કર્યો. આ રીતે એણે વહાણમાં સમગ્ર ન્યૂ ઝીલૅન્ડની કિનારે કિનારે પ્રદક્ષિણા કરી. એણે બે દ્વીપ વચ્ચેની સામુદ્રધુની પણ શોધી અને ત્યાર પછી ત્યાંથી તે પાછો ફર્યો.
ન્યૂ ઝીલૅન્ડનું માઓરી લોકોએ આપેલું મૂળ નામ ‘આઓટેઆરોઆ’ છે. એનો અર્થ થાય છે ‘શ્વેત વાદળાંઓનો પ્રદેશ'. આ નામ યથાર્થ છે. ન્યૂ ઝીલૅન્ડમાં કાળાં ઘનઘોર વાદળાં જવલ્લે જ જોવા મળે છે. પરંતુ શ્વેત વાદળાં અને નાની નાની શ્વેત વાદળીઓ આકાશમાં લગભગ સતત જોવા મળે છે. દક્ષિણ ટાપુમાં તો શિયાળામાં બરફ પડે છે એટલે પણ તે શ્વેત લાગે છે.
૯૩
જેમ્સ ફૂંકે ન્યૂ ઝીલૅન્ડનો પ્રદેશ શોધી આપ્યો તે પછી અંગ્રેજોએ એના પર પોતાનું આધિપત્ય જમાવવા વખતોવખત પ્રયાસો કર્યા અને છેવટે એમાં અંગ્રેજો ફાવ્યા.
બે ઑફ આઇલૅન્ડના કિનારે અંગ્રેજોએ પોતાનું થાણું સ્થાપ્યું અને ત્યાં વાઇતાંગી નામના સ્થળે પોતાનાં મકાનો બાંધ્યાં. હોબ્સન નામના એક ચતુર, બાહોશ અંગ્રેજની ન્યૂ ઝીલૅન્ડના પ્રથમ ગવર્નર તરીકે નિમણૂંક થઈ. ગોરી ચામડીવાળા વિદેશીઓના આમગન સામે સ્થાનિક માઓરી લોકોનો ઘણો વિરોધ હતો. પરંતુ બંદૂક જેવાં આધુનિક ઘાતક શસ્ત્રોના પ્રભાવે અંગ્રેજોએ વર્ચસ્વ જમાવ્યું. વળી, માઓરી લોકોમાં ફાટફૂટ પડાવી આધિપત્ય જમાવવામાં પણ અંગ્રેજો ફાવ્યા. ન્યૂ ઝીલૅન્ડનો સમગ્ર પ્રદેશ માઓરી લોકોની માલિકીનો હતો અને તેઓની જુદી જુદી ટોળીઓમાં, કબીલાઓમાં જમીનની ફાળવણી થયેલી હતી. અંગ્રેજોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org