Book Title: Samprat Sahchintan Part 13 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 89
________________ ૮) સાંપ્રત સહચિંતન - ભાગ ૧૩ અનુકૂળતા રહી. એમના આગમોનો અભ્યાસ વધતો ગયો. સાત વર્ષ તેઓ ત્યાં રહ્યા અને પોતાનું અધ્યયન ચાલુ રાખ્યું. ગુરુ મહારાજ શ્રી ફતેહચંદજી મહારાજના કાળધર્મ પછી શ્રી કયાલાલજી મહારાજે દિલ્હી તરફ વિહાર કર્યો. ત્યાં “જેનાગમ નિર્દેશિકા' ગ્રંથ તૈયાર કર્યો. તદુપરાંત એમણે નિશીથભાષ્ય, સ્થાનાંગ, સમવાયાંગ વગેરે આગમગ્રંથોનું કાર્ય કર્યું તથા અનુયોગના કાર્યની વિશેષ તૈયારી કરી. પંડિત દલસુખભાઈ માલવણિયાનો એમને સારો સહકાર સાંપડ્યો હતો. ત્યારપછી તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશમાં વિહાર કર્યો. આમ રાજસ્થાનની બહાર વિહારમાં ઘણાં વર્ષો નીકળી ગયાં. મહારાજશ્રીના મુખ્ય શિષ્ય શ્રી વિનયમુનિજી (વાગીશ)એ વિ. સં. ૨૦૨૫માં એમની પાસે દીક્ષા લીધી ત્યારથી તેઓ જીવનના અંત સુધી એમની સાથે રહ્યા. એમણે મહારાજશ્રીની અનુપમ વૈયાવચ્ચ કરી છે અને લેખનકાર્યમાં પણ સહાય કરી છે. દક્ષિણ ભારતના વિહાર દરમિયાન મહારાજશ્રીને આંતરડાનો રોગ થયો. પીડા ઘણી વધી ગઈ. ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. બે ઓપરેશન હૈદ્રાબાદમાં થયા, પણ મચ્યું નહિ. તબિયત એકદમ ગંભીર બની ગઈ. એટલે એમને વિમાનમાં મુંબઈ લાવવામાં આવ્યા અને જેન ક્લિનિકમાં ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશનથી એમને સારું થઈ ગયું, પણ શૌચાદિ માટે નળી મૂકવી પડી અને તબિયત સંભાળવાની જરૂર પડી. એમણે વર્ષો સુધી ચીવટપૂર્વક પોતાની તબિયત સાચવી. એટલે તો તેઓ ૮૮ વર્ષની ઉંમર સુધી પહોંચી શક્યા. મહારાજશ્રીમાં લઘુતાનો અને વિનમ્રતાનો ગુણ ઘણો મોટો હતો. મુંબઇમાં જેન ક્લિનિકમાં ઓપરેશન કરાવવા માટે તેઓ કાંદાવાડીના ઉપાશ્રયે રહ્યા હતા. તે વખતે ત્યાં ધન્યમુનિ, કેવળદાસમુનિ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174