Book Title: Samprat Sahchintan Part 13 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 66
________________ દાક્તર, તમે સાજા થાવ ! By medicine life can be prolonged, Yet death will seize the doctors too. અસાધ્ય રોગો દાક્તરને પણ થાય. એવા કુદરતી રોગો વિશે અહીં કશું કહેવાનું નથી. દાક્તરો અંગે જે ફરિયાદ છે તે તેઓના શારીરિક રોગ અંગે નહિ પણ તેમની માનસિક પ્રકૃતિ અને વિકૃતિ અંગે છે. દાક્તરને સાજા થવાનું કહેવામાં આવે છે તે આ સંદર્ભમાં. દુનિયાની વસતી ઉત્તરોત્તર વધતી જાય છે. એની સાથે રોગીઓની સંખ્યા પણ વધતી જાય છે. રોગીઓ વધે એટલે દાક્તરો વધે. કોઈ પણ ક્ષેત્રે આવો વધારો થાય ત્યારે, પૂર આવે અને જેમ કચરો વધે, તેમ કેટલાક ખોટા માણસો આ વ્યવસાયમાં પણ પ્રવેશી જાય. પ્રજાનો વિશાળ વર્ગ જ્યાં ગરીબ અને અશિક્ષિત હોય, કાયદાનું પાલન અધકચરું હોય અને નીતિમત્તાનાં ધોરણો શિથિલ હોય ત્યાં ખોટા માણસો ફાવી જાય છે. દાક્તરી વ્યવસાયના ક્ષેત્રે અર્ધવિકસિત દેશોમાં એનું પ્રમાણ વધુ હોય છે. દરેક વ્યવસાયમાં જેમ થોડાક માણસો અયોગ્ય, અપાત્ર (Misfit) મળશે તેમ તબીબી ક્ષેત્રે પણ જોવા મળશે. એકંદરે તો પ્રતિષ્ઠિત દાક્તરો અનેક મળવાના, પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવનારા અનેક જોવા મળશે, પણ એક બે ટકા એવા પણ નીકળવાના કે જેમના થકી તબીબી ક્ષેત્ર વગોવાયા કરે. તબીબી વ્યવસાયની આચારસંહિતા કેટલી ઉમદા છે ! દુનિયાના બધા દેશોમાં એનું સારી રીતે પાલન થાય છે. એમ છતાં ઘણે ઠેકાણે ગેરરીતિઓ આચરાય છે. સુધરેલા સમૃદ્ધ દેશો પણ એમાં બાકાત નથી. અમેરિકામાં તાજેતરમાં એક વિવાદ ચાલ્યો છે કે છેલ્લાં દસ વર્ષમાં દાક્તર (કે હોસ્પિટલ)ની ભૂલ અથવા બેદરકારીને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા કેટલી ? જુદા જુદા સર્વે પ્રમાણે ૪૫૦૦૦થી ૯૮૦૦૦ની સંખ્યા થાય છે. કેવો મોટો આંકડો છે ! આ બધી પુરવાર થયેલી ભૂલોનો આંકડો છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174