Book Title: Samprat Sahchintan Part 13 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 42
________________ क्ओ अच्चेइ जोव्वणं च । ૩૩ એટલે જ ઉત્તરાધ્યયનના “દ્રુમપત્રક' નામના દસમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે બોધ આપ્યો છે તેનું સ્મરણ જીવે વારંવાર કરવા જેવું છે. એમાં કહ્યું છે કે : दुमपत्तए पंडुयए जहा णिवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ।। જેમ રાત્રિ અને દિવસનો કાળ વીતતાં ઝાડનાં પીળાં પડી ગયેલાં પાંદડા ખરી પડે છે તેવી રીતે મનુષ્યનું જીવન-આયુષ્ય પણા સમાપ્ત થઈ જાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !] परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते । ते सव्वबले च हायइ, समयं गोयम मा पमायए । હે ગૌતમ, તારું શરીર નિર્બળ થતું જાય છે તથા તારા વાળ ધોળા થતા જાય છે. તારું સર્વ બળ હણાઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ !] ભગવાને પંચાચારના પાલનહાર ગુરુ ગૌતમસ્વામીને માટે જે કહ્યું તે આપણે માટે તો અવશ્ય હોય જ, પણ હૃદયસોંસરવું તે ઊતરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174