________________
બહુસુરંગા વસુંધરા
૧૫ પામે અથવા ગંભીર રીતે ઘાયલ થાય. હાથપગ તૂટી જાય. આ સુરંગો નાની હોય છે. એના પર માણસ ચાલે કે તરત તે ફૂટે. એને Anti Personal Mine કહેવામાં આવે છે. આપણે એને “માણસ-માર' સુરંગ કહી શકીએ. એનાથી ભારે પ્રકારની સુરંગો જમીનમાં એવી રીતે દાટવામાં આવે છે કે જેથી માણસ એ જમીન પર ચાલે તો ફૂટે નહિ. માણસનું વજન એ ઝીલી શકે. પરંતુ જીપ કે મોટરગાડી કે ટેન્ક પસાર થાય તો એના વજનથી એ તત્સણ ફૂટે અને વાહનનો કચ્ચરઘાણ થઈ જાય. એને Anti Tank Mines (ટંક વિનાશક સુરંગ) કહેવામાં આવે છે. અલબત્ત, ચાલુ સુરંગો પર વાહનો ચાલે તો તો વિસ્ફોટ થાય જ, પણ ટેન્કને ભારે નુકસાન ન થાય. ચાલુ સુરંગો જ્યાં દાટવામાં આવી હોય અને એની ખબર હોય તો ત્યાં સાવ હળવા પગલે ચાલવાથી સુરંગ શૂટતી નથી. એવી રીતે ચાલવાની સૈનિકોને તાલીમ આપવામાં આવે છે. (આ લખનારે પણ ૧૯૫૦માં બેલગામના લશ્કરી મથકમાં લશ્કરી તાલીમ લીધી હતી ત્યારે એવી રીતે ચાલવાની તાલીમ પણ લીધી હતી.).
છેલ્લાં કેટલાંક વર્ષોથી તો વિમાન દ્વારા સુરંગો પાથરવાની ઘટનાઓ પણ બનવા લાગી છે. જમીનમાં ખાડો ખોદી હજારો સુરંગો દાટવા જેટલો સમય જ્યારે ન રહે અને અચાનક સુરંગો પાથરવાનો કટોકટીનો વખત આવે ત્યારે માટીના જ રંગ જેવી, પડી હોય તો નાના પથરા જેવી લાગે એવી હજારો સુરંગો વિમાન કે હેલિકોપ્ટરમાંથી નાખતા જઈને અડધા કલાકમાં કામ પતાવી દઈ શકાય છે. અલબત્ત, આવી સુરંગો પરખાઈ જાય છે અને દુમન આવતાં અટકે છે. ત્યારે દુશ્મનોની ખુવારી ઓછી થાય છે, પણ તાત્કાલિક ભય ટળી જાય છે .
સુરંગો જ્યાં લોકોની અવરજવર ન હોય ત્યાં કોઈ ન દેખે એવી ગુપ્ત રીતે દાટવામાં આવે છે. દાટ્યા પછી એના પરની માટી સરખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org