________________
શેરીના સંતાનો
સંસ્થાઓએ સસ્કાર આપવાનું ચાલુ કર્યું છે. કેટલીક વ્યક્તિઓમાં કુદરતી રીતે જ બાળક માટે વહાલ હોય છે. એમની સાથે ભળી જવાની આવડત હોય છે. એવી બાળવત્સલ વ્યક્તિઓ આવી યોજનામાં માનદ્ કે સવેતન કાર્યકર્તા તરીકે જોડાય છે.
આયોજકોની એક સુંદર યોજના એવી પણ છે કે આવા છોકરાઓની જે ટોળકીનો વિશ્વાસ જીતી શકાયો હોય એ ટોળકીમાં છોકરાંઓ રાત્રે જ્યારે સૂવા માટે એકત્ર થતા હોય ત્યાં પ્રૌઢ મહિલા કાર્યકર્તા તેમની પાસે જઈને તેમને માતાતુલ્ય વાત્સલ્ય આપી, ગીતો ગાઇ, વાર્તાઓ કહી, તેમની સાથે ભળી જઈ તેમને સાંસ્કારિક તાલીમ આપે છે અને તેમની ચોરી કે અન્ય વ્યસનોની અંગત, ખાનગી માહિતી મેળવી તેમાંથી છોડાવવા તેમને માર્ગદર્શન આપે છે. આ ઘણું કપરું કામ છે. મહિલા કાર્યકર્તાઓમાં પણ એવી નૈતિક હિંમત હોવી જરૂરી છે. આયોજકો માને છે કે આ દિશામાં જો સંગીન કાર્ય થાય તો એનાં ભાવિ પરિણામ ઘણાં સારાં આવી શકે.
આમ, શેરીનાં સંતાનોને સ્વમાનભેર સ્વનિર્ભર જીવન જીવવા માટે, રાષ્ટ્રના એક ઉત્તમ નાગરિક બનવા માટે યોગ્ય તક પૂરી પાડવાના આશયથી આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજનો થવા લાગ્યાં છે. સમાજ માટે આ એક ઉવળ નિશાની છે. પોતાની મેળે કોઈ ખરાબ હોતું નથી. એને યોગ્ય તક આપવામાં આવે તો એનું જીવન પણ દીપી ઊઠે. અયોગ્ય પુરુષો નાતિ, યોગતત્ર | આવા નિઃસ્વાર્થ યોજક થવું એ પણ એક મોટું સામાજિક યોગદાન છે. જે સમાજમાં આવા યોજકો વધુ તે સમાજ રુણ થતાં બચી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org