Book Title: Samprat Sahchintan Part 10
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 128
________________ ધૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો ૧૧૯ વર્ષા ઋતુ પણ શૃંગારરસનાનિરૂપણ માટે નિમિત્ત બની શકે છે. વર્ષા ઋતુમાં પતિવિયોગ અનુભવતી વિરહિણીનાં હૃદય વીજળીના ચમકારા અને ગડગડાટથી થરથર કંપે છે. વર્ષા ઋતુમાં પણ કામાગ્નિથી બળતા પુરુષો પોતાની પ્રિયતમાને મનાવવાનો પ્રયાસ કરતા હોય છે. કવિએ નીચેની પંક્તિઓમાં વાસ્તવિક દશ્ય ખડું કર્યું છેઃ મહુગંભીરસરણ મેહ જિમ જિમ ગાજંતે, પંચબાણ નિય કુસુમબાણ તિમ તિમ સાજતે; જિમ જિમ કેતકિ મહમહંત પરિમલ વિહસાવઈ, તિમ તિમ કામિ ય ચરણ લગ્નિ નિયરમણિ મનાવઇ. સુંદર, આકર્ષક વસ્ત્રાલંકારથી સજ્જ થતી કોશાનું વર્ણન પણ કવિએ કેટલાક શબ્દોને ત્રેવડાવીને કર્યું છે. કોશાનાં વેણીદંડ, રોમાવલિ, પયોધર, નયન, સેંથો, કર્ણયુગલ, કંઠ, નાભિ , પગ, અધર ઈત્યાદિ લાવણ્યમય અંગાંગોનું ઉપમાદિ અલંકારયુક્ત મનોહર આલેખન થયું છે. વેણીદંડને મદનના ખગની ઉપમા અપાઈ છે અને પયોધર જાણે કામદેવના અમી કુંભ હોય એવી ઉન્મેલા કરવામાં આવી છે. કવિ લખે છે : લહલહ લહલત લહલ એ ઉરિ મોતિયહારો, રણરણ રસરણ રણરણ એ પગિ નેઉરમારો, ઝગમગ ઝગમગ ઝગમગ એ કાનિહિ વરકુંડલ, ઝલહલ ઝલહલ ઝલહલ એ આભરણઈ મંડલ. મયણખગ્ર જિમ લહલવંત જસુ વેણીદંડો, સરલઉ તરલઉ સામલઉ રોમાવલિદંડો, તુંગ પયોહર ઉધસઈ સિંગારથવક્કા, કુસુમબાણિ નિત્ય અમિયકુંભ કિર થાપણિ મુક્કા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178