________________
સ્વ. પંડિત પનાલાલ ક. ગાંધી
ત્રિ-કાલિક આત્મવિજ્ઞાન”, “સ્વરૂપમંત્ર” અને “કેવળજ્ઞાન-સ્વરૂપ ઐશ્વર્ય” એ જૈન તત્ત્વજ્ઞાનના તથા આત્મસ્વરૂપની વિચારણાના ત્રણ ઉત્તમ ગ્રંથોના લેખક, બહોળો શિષ્યવર્ગ અને ચાહક સમુદાય ધરાવનાર પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી વર્તમાન કાળના એક જ્ઞાની અને સાધક પુરુષ હતા.
પંડિત પનાલાલ ગાંધીએ વિ. સં. ૨૦૫૪ના મહા વદ ૭ ને બુધવાર તા. ૧૮-૨-૯૮ ના રોજ પોતાના વતન ધ્રાંગધ્રામાં ૭૭ વર્ષની ઉંમરે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના જવાથી એક આત્મજ્ઞાની મહાત્મા આપણે ગુમાવ્યા છે. પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો છે એ પનાભાઈ જાણતા હતા. એમને કેટલાક સમય પહેલાં પેટમાં કેન્સરની ગાંઠ થઇ હતી. મુંબઈમાં એમના એક ચાહક અને કેન્સરના નિષ્ણાત ડૉક્ટર શ્રી અશોકભાઈ મહેતા પાસે ઓપરેશન કરાવ્યું. તબિયત સારી થઈ. ધ્રાંગધ્રા ગયા. ત્યાર પછી ધ્રાંગધ્રાથી એમનો પત્ર મારા પર હતો. તેમાં લખ્યું હતું કે “પહેલાં કરતાં આહાર સારી રીતે લઈ શકાય છે. હરાય-ફરાય છે.” પરંતુ થોડોક વખત સારું રહ્યું. કેન્સરે ફરી ઊથલો માર્યો. તે બહુ પ્રસરી ગયું. બીજા ઓપરેશનની હવે શક્યતા નહોતી. ડૉક્ટરોએ આગાહી કરી દીધી હતી કે હવે આ વધતા જતા કેન્સરમાં બે અઢી મહિનાથી વધુ સમય ખેંચી શકાય એવી શક્યતા નથી. પરંતુ એક મહિનામાં જ એમના જીવનનો અંત આવ્યો. પોતે અંત સમય સુધી પૂરી સ્વસ્થતા ધરાવતા રહ્યા હતા. તીવ્ર દર્દ થતું હશે પણ તે તરફ એમનો “ઉપયોગ' રહ્યો નહિ. બોલવાનું ધીમું થઈ ગયું હતું. અવાજ નીકળતો નહોતો. અવસાનના થોડા દિવસ પહેલાં શંખેશ્વરની પૂનમ યાત્રાના એમના મિત્રો અને ચાહકો શંખેશ્વર જતી વખતે તેમને મળવા ધ્રાંગધ્રા ગયા હતા. એ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org