________________
૧૫૫
સ્વ. વસનજી લખમશી શાહ
વિદ્યાર્થીને હોય તેવો ઔપચારિક હતો. વસનજીભાઈ સાથે ત્યારે મારો પરિચય નહિ. એ થયો ૧૯૭૫ના ગાળામાં.
વસનજીભાઇએ માતાપિતા અને ભાઈઓની સંમતિથી પારિવારિક વ્યવસાય છોડી જાહેર જીવનમાં, સેવાકાર્યના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ત્યારપછી અમારો પરિચય થયો હતો. તેઓ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આવતા. અનેક જાહેર કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત હોય. એ રીતે એમને વારંવાર મળવાનું થતું. તેમના સરળ, નિખાલસ અને મળતાવડા સ્વભાવનો આ રીતે સરસ પરિચય થયો હતો અને ઉત્તરોત્તર એ વિકસતો ગયો હતો.
અમારી મૈત્રી વધુ ગાઢ થતી ગઈ ૧૯૮૦ના ગાળામાં. ઇ.સ. ૧૯૮૩માં પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂર્ણ થયા પછી તેઓ ઘરે આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી તમે જૈન સાહિત્ય સમારોહ યોજો છો. તે હવે અમારા કચ્છમાં યોજવા માટે નિમંત્રણ આપવા આવ્યો છું.” એમની દરખાસ્તથી મને હર્ષ થયો. અચલગચ્છ તરફથી અને પોતાના તરફથી બધો જ ખર્ચ આપવાની તત્પરતા એમણે બતાવી. વધુમાં વધુ લેખકોને નિમંત્રણ આપવા અને રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશમાંથી પણ લેખકોને બોલાવવા એમણે સૂચન કર્યું. પરંતુ એટલે દૂરથી આવતા લેખકોને ભાડુંભળ્યું આપતાં બજેટ કેટલું બધું વધી જાય ! પણ એમની ભાવના ઘણી ઊંચી હતી. વળી એમણે કહ્યું કે આટલે દૂર દૂરથી લોકો કચ્છ આવતા હોય અને કચ્છમાં તીર્થોની યાત્રા કર્યા વગર જાય તે કેમ ગમે ? પોતાના તરફથી ભદ્રેશ્વર અને પંચતીર્થીની યાત્રા પણ ગોઠવાઈ. (બોંતેર જિનાલય માટે ત્યારે જમીન લેવાઈ ગઈ હતી, એ સ્થળની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org