________________
સ્થૂલિભદ્ર વિશે ફાગુમાવ્યો
૧૨૯ તિહિ સંજમ આદરીય વરિસ તામ ચકવીસ મુનિવર; યુગપ્રધાન પટ્ટધરણ પંચમ્મલિ ચાલીસ,
આયુ નવાણું વરિસ નહિ એય પ્રણમક સાવિ દિસ. આમ આ ફાકાવ્યમાં કવિ હલરાજે દોહા અને રોળાની અંત્યાનું પ્રાસ અને પ્રસંગોપાત્ત વર્ણસગાઈવાળી પંક્તિઓ પ્રયોજી યૂલિભદ્ર અને કોશાના પ્રસંગનું તાદશ વર્ણન કર્યું છે. આપણાં મધ્યકાલીન ફાગુ સાહિત્યમાં આ એક નોંધપાત્ર કૃતિ છે. ૩. જયવંતસૂરિસ્કૃત “લિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ
શ્રી જયવંતસૂરિ વિક્રમના સત્તરમા શતકના એક સમર્થ કવિ છે. તેઓ વડતપગચ્છના વિનયમંડનના શિષ્ય હતા. વિનયમંડનના ગુરુ શ્રી વિવેકમંડને શત્રુંજય તીર્થ પર ઋષભદેવ ભગવાન અને શ્રી પુંડરીક ગણધરની મૂર્તિની પ્રતિષ્ઠા વિ.સં. ૧૫૮૭માં કરાવી હતી. કર્માશાએ બાદશાહ બહાદુરશાહ પાસેથી ફરમાન લઈ શત્રુંજય પર આ પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો ત્યારે વિવેકમંડનના શિષ્યો-પ્રશિષ્યો પણ ત્યાં ઉપસ્થિત હતા. એમાં વિનયમંડન અને એમના શિષ્યો વિવેકધીરગણિ અને જયવંતમુનિ પણ ત્યાં ઉપસ્થિત હતા. જયવંત મુનિને ત્યારપછી પંડિત, ગણિ અને આચાર્યની પદવી મળી હતી. તેઓ જયવંતસૂરિ થયા હતા. એમનું બીજું નામ ગુણસૌભાગ્યસૂરિ હતું. એમણે વિ.સં. ૧૬૧૪માં આશરે ૨૮૦૦ કડીની કૃતિ “શીલવતી ચરિત્ર” અથવા શૃંગારમંજરી રાસ'ની રચના કરી હતી. વિ.સં. ૧૬૪૩માં એમણે ઋષિદના રાસ'ની રચના કરી ત્યારે તેઓ આચાર્ય થઈ ગયા હતા. શ્રી જયવંતસૂરિએ આ ઉપરાંત કેટલીક લઘુ રચનાઓ કરી છે. તેમણે નેમિરાજુલ બારમાસા વેલપ્રબંધ' નામની ૭૭ કડીની રચના, સીમંધર સ્તવન (લેખ) નામની ૩૭ કડીની રચના, સ્થૂલિભદ્ર પ્રેમવિલાસ ફાગ નામની ૪૫ કડીની રચના, સ્થૂલિભદ્ર મોહનવેલિ નામની લઘુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org