________________
સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
૧૩૯
કોશા પ્રત્યે આકર્ષાયેલા મુનિ ચાલુ ચાતુર્માસે વિહાર કરી રત્નકંબલ માટે નેપાલ જાય છે. પાછા આવે છે ત્યારે કોશા એમને મોહનિદ્રામાંથી જગાડે છે. મુનિ ગુરુ મહારાજ પાસે આવી, ક્ષમા માગી આલોચના લે છે.
સ્થૂલિભદ્ર-કોશાના જીવન વૃત્તાન્તની એક ઘટના જે સામાન્ય રીતે અન્યત્ર જોવા નથી મળતી તે કવિએ આ કાવ્યમાં નિરૂપી છે અને તે એની એક વિશેષતા છે. સાધના દ્વારા પ્રાપ્ત થતી સ્થૂલ સિદ્ધિઓ કરતાં પણ બ્રહ્મચર્યની સાધના ઘણી ચડિયાતી છે એ દર્શાવતો એક પ્રસંગ કવિએ નિરૂપ્યો છે :
મુનિ સ્થૂલિભદ્રના સાંનિધ્યથી કોશાનું હૃદયપરિવર્તન થયા પછી તે વ્રત અંગીકાર કરી શ્રાવિકા બને છે. ત્યારપછી એક દિવસ રાજસારથિ આવીને કોશાને બતાવે છે કે પોતે ધનુર્વિદ્યાની એટલી સરસ સાધના કરી છે કે બાણ છોડીને આંબા પરથી ધારે તે કેરીને પાડી શકે છે. એમ કહીને તે આંબા પરથી કેરી પાડી બતાવે છે. કોશા એને કહે છે કે પોતાની નૃત્યકલા આગળ તે ધનુર્વિદ્યાની કશી જ મહત્તા નથી. પોતે સોય ઉપર (અર્થાત્ એવા અણીદાર ખીલાઓ ઉપર) નૃત્ય કરી શકે છે એમ કહી તે નૃત્ય કરી બતાવે છે. પછી કોશા રાજસારથિને કહે છે કે આવી સ્થૂલ વિદ્યાઓ અને કલાઓ સ્થૂલિભદ્રની શીલની કલા આગળ કશી વિસાતમાં નથી, નારીના સાંનિધ્યમાં રહેવા છતાં સ્થૂલિભદ્રે પોતાના બ્રહ્મચર્ય વ્રતને મન, વચન અને કાયાથી જરા પણ ખંડિત થવા દીધું નહિ એ એમની ઘણી મોટી અને ચડિયાતી સાધના અને સિદ્ધિ છે.
કવિ માલદેવ આ પ્રસંગ ત્રણ કડીમાં સંક્ષેપમાં નીચે પ્રમાણે વર્ણવે
છે :
એક દિવસ કોશા ઘરે, રાજ-સારથી આયુ રે, આંબ ઉતારઉ બાણ શું, ગુણ આપણું દિષાડ્યું રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org