________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
પ્રથમ ભાસમાં સ્થૂલિભદ્ર મુનિ પોતાના ગુરુ સાથે પાટલીપુત્ર આવે છે અને ગુરુ ચાતુર્માસ માટે એમને કોશાને ઘરે મોકલે છે એ પ્રસંગનું નિરૂપણ છે. બીજી ભાસમાં વર્ષાઋતુનું વર્ણન છે. ત્રીજી અને ચોથી ભાસમાં કોશા શણગાર સજે છે તેનું તથા તેના દેહલાવણ્યનું વર્ણન છે. પાંચમી અને છઠ્ઠી ભાસમાં કોશા શણગાર સજીને આવે છે પરંતુ મુનિ સ્થૂલિભદ્ર કોશાની પ્રણયચેષ્ટાથી જરા પણ ચલિત થતા નથી તેનું આલેખન છે. સાતમી ભાસમાં કામવિજેતા સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધ પમાડે છે અને સ્થૂલિભદ્રના શીલસંયમની ‘દુષ્કર દુષ્કર’ કહી ગુરુ પ્રશંસા કરે છે એનું વર્ણન છે. અંતે કવિ સ્થૂલિભદ્રનો મહિમા દર્શાવી ફાગુકાવ્યનું સમાપન કરે છે .
ફાગુના પ્રારંભમાં કવિ સરસ્વતી દેવીને અને પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરી પ્રસંગની માંડણી કરે છે. સ્થૂલિભદ્ર પોતે ગુરુની આજ્ઞા મળતાં કોશા ગણિકાને ત્યાં આવે છે ત્યારે ખબર મળતાં હર્ષઘેલી કોશા દોડતી બહાર આવી એમનું સ્વાગત કરે છે. એનું સુંદર ગતિશીલ ચિત્ર કવિએ નીચેની પંક્તિઓમાં ખડું કર્યું છે :
વેસા અતિહિ ઉતાવલિય હારિહિ લહકુંતી, આવીય મુણિવરરાય પાસિ કરયલ જોડતી.
૧૧૮
શૃંગારરસના નિરૂપણ માટે વર્ષાઋતુનું કવિએ રવાનુકારી શબ્દરચના કરીને મનોહર શબ્દચિત્ર દોર્યું છે. કવિએ ઝિરિમિરિ, ખલહલ, થરહર વગેરે કેટલાક શબ્દોને ત્રેવડાવીને, નાદમાર્યની સચોટ અસર ઉપજાવી છે. અનુપ્રાસયુક્ત એવી નીચેની પંક્તિઓ જુઓઃ
ઝિમિરિ ઝરિમિરિ ઝિમિરિ એ મેહા વરિસંતિ, ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહેંતિ. ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઇ, થરહર થરહર થરહર એ વિરહિણિમણુ કંપઇ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org